VIDEO:જુઓ તૈમુર કઝિન ઈનાયા સાથે કંઈક આ રીતે રમ્યો હોળી

21 March, 2019 01:21 PM IST  |  મુંબઈ

VIDEO:જુઓ તૈમુર કઝિન ઈનાયા સાથે કંઈક આ રીતે રમ્યો હોળી

પિચકારી મારતો તૈમુર (તસવીર સૌજન્યઃવિરલ ભાયાણી)

આખો દેશ આજે રંગોનો પર્વ ધૂળેટી ઉજવી રહ્યો છે. રાજકીય નેતાઓથી લઈ સેલિબ્રિટીઝ પણ ધૂળેટીના દિવસે રંગોમાં રંગાઈ રહ્યા છે. ત્યારે દેશનું સેન્સેશન બનેલો તૈમુર અલી ખાન પણ ધૂળેટીની મજા લઈ રહ્યો છે. તૈમુર અલી ખાને આજે પાપારાઝી સાથે ધૂળેટી મનાવી છે. તૈમુરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પિચકારી લઈને પાપારાઝીઓને પલાળતો દેખાઈ રહ્યો છે.

પટૌડી ફેમિલિનો જુનિયર નવાબ તૈમુર અલી ખાન પોતાની ગેલેરીમાંથી પાપારાઝીઓ સાથે હોળી રમી રહ્યો છે. તૈમુર પોતાની નાની સાથે દેખાયો. પિચકારી અને વૉટર ગનથી તૈમુરે પાપારાઝીઓને પલાળવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન તૈમુરની નેની પણ તેની સાથે જ હતી. જો કે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન આ વીડિયોમાં નથી દેખાઈ રહ્યા. જુઓ વીડિયો.

 

વીડિયોમાં દેખાય છે કે હોળી રમીને તૈમુર કેટલો ખુશખુશાલ છે. તૈમુરની સ્માઈલ તમને પણ ખુશ કરી દેશે. બે જુદી જુદી પિચકારીમાં પાણી ભરીને પાપારાઝીઓ પર છાંટ્યા બાદ તૈમુર ખિલખિલાટ હસી રહ્યો છે. વ્હાઈટ ટીશર્ટમાં સજ્જ તૈમુર મન ભરીને ધૂળેટી એન્જોય કરી રહ્યો છે.

તૈમુરની સાથે સાથે તેની કઝિન ઈન્નાયા ખેમુનો એક ફોટો પણ સામે આવ્યો છે. સારા અલી ખાન અને કુણાલ ખેમુની આ પુત્રી જુદા જુદા રંગોમાં એકદમ ક્યૂટ લાગી રહી છે. ઈનાયા ફોટોમાં પરાણે વ્હાલ કરવું ગમે તેવી લાગી રહી છે.

આ પણ વાંચોઃ તૈમુરને પણ છે પપ્પા સૈફ અલી ખાનની જેમ વાંચનનો શોખ, જુઓ ફોટોઝ

ઉલ્લેખનીય છે કે તૈમુર અલી ખાન પાપારાઝીઓનો ફેવરેટ બની ચૂક્યો છે. અને તે પણ હવે પાપારાઝી સામે જુદા જુદા પોઝ આપતો જોવા મળે છે. તૈમુરના ફોટોઝ રાતોરાત વાઈરલ થઈ જાય છે. તૈમુર અલી ખાન બાળપણથી જ દેશનું સેન્સેશન બની ચૂક્યો છે.

taimur ali khan bollywood kareena kapoor saif ali khan