કાર્તિક આર્યનને પીક અપ કરવા માટે પહોંચી સારા અલી ખાન

22 August, 2019 01:14 PM IST  | 

કાર્તિક આર્યનને પીક અપ કરવા માટે પહોંચી સારા અલી ખાન

(PC - Yogen)

બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન અને કાર્તિક આર્યન હાલ બોલીવુડના સૌથી ક્યૂટ અને કેરિંગ કપલની લિસ્ટમાં આવી ચૂક્યા છે. જેો કે બન્ને સ્ટાર્સે ખુલીને પોતાના સંબંધો જાહેરમાં સ્વીકાર્યા નથી. પરંતુ તેમનું અવાર-નવાર સાથે રહેવું ઘણું કહી જાય છે. વેકેશન હોય કે ફિલ્મનું શૂટિંગ બન્ને સ્ટાર ઘણીવાર સાથે જોવા મળ્યા છે. સારાને સ્પેશિયલ ફિલ કરાવવાનો કોઈ પણ મોકો કાર્તિક છોડતો નથી ત્યારે સારા પણ આ મામલે કાર્તિક કરતા ઓછી નથી. સારા કાર્તિકનું એટલું જ ધ્યાન રાખે છે જેટલુ કાર્તિક સારાનું.

હાલમાં જ કેટલાક દિવસ પહેલા જ્યારે સારા લખનઉ એરપોર્ટ પર પહોંચી ત્યારે કાર્તિક તેમને લેવા માટે પહોંચી ગયા હતા. સારાએ પણ કઈક એવું જ કર્યું છે. સારા અલી ખાન કાર્તિકને લેવા મુંબઈ એરપોર્ટ પહોચી હતી. મુંબઈ એરપોર્ટ પર બન્ને કેટલાક ફોટોઝ બહાર આવ્યા છે જેમા કાર્તિકને પીક અપ કરવા માટે સારા પહોંચી હતી. ફોટોઝમાં સારા ઘણી ખુશ જોવા મળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, સારા સ્પેશિયલી કાર્તિકને લેવા માટે એરપોર્ટ પહોંચી હતી. ફોટોઝમાં સારા પિંક ડ્રેસ જ્યારે કાર્તિક ટ્રેક સૂટમાં જોવા મળી રહ્યાં છે.

આ પણ વાંચો: Photos: પાપાના ખભા પર બેસીને ઘરે પાછા આવ્યા તૈમૂર, નવા લૂકમાં જોવા મળ્યા સૈફ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અને કાર્તિક ઈમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજ કલ 2માં જોવા મળશે. ફિલ્મની શૂટિંગ દરમિયાન બન્ને સ્ટાર એકબીજાના ઘણા નજીક આવ્યા હતાં. આ સિવાય કાર્તિક આર્યન અનન્યા પાન્ડે સાથે પતિ પત્ની ઓર વોમાં પણ જોવા મળશે. સારા પણ વરૂણ ધવન સાથે કૂલી નં-1માં જોવા મળશે જેનું મોશન પોસ્ટર હાલમાં જ સારાના બર્થ-ડેના દિવસે રિલીઝ કરવામાં આવ્યું હતું.

kartik aaryan sara ali khan gujarati mid-day