Saaho Box Office Collection: વિકેન્ડમાં કરી આટલી કમાણી

03 September, 2019 12:24 PM IST  | 

Saaho Box Office Collection: વિકેન્ડમાં કરી આટલી કમાણી

પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મની સ્ટોરી નબળી હોવા છતા બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. સોમવારે દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર મનાવવામાં આવ્યો અને સાહો પર પણ ગણપતિની કૃપા વરસી હોય તેમ લાગી રહ્યું છે. ફિલ્મે સુપર વિકેન્ડના અંતે ધૂમ કમાણી કરી છે અને ફિલ્મની હિન્દી વર્જનની કમાણી 100 કરોડની નજીક પહોંચી ગઈ છે.

સામાન્ય રીતે ઓપનિંગ વિકેન્ડ પછી વર્કિંગ વીક શરૂ થતા ફિલ્મનાં બોક્સ ઓફિસ કલેક્શનમાં ઘટાડો જોવા મળે છે. પરંતુ સાહોને ગણેશ ચતુર્થીની રજાનો ફાયદો થયો છે અને રિલીઝના 4 દિવસના અંતે સાહોના હિન્દી વર્જને 93.28 કરોડની કમાણી કરી છે. સાહોએ સોમવારે 14.20 કરોડની કમાણી કરી હતી. ટ્રેન્ડ એનાલિસ્ટ અનુસાર ફિલ્મનું હિન્દી વર્જન મંગળવારે 100 કરોડને પાર પહોંચી શકે છે. સાહોએ પહેલા દિવસે કુલ 100 કરોડ કરતા વધારે કમાણી કરી હતી. સાહો 4 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: મુકેશ અંબાણીના ઘરે ગણેશોત્સવમાં બિઝનેસ, બોલીવુડ અને રાજકારણની હાજરી જુઓ ફોટોઝ

સાહો હિન્દી સાથે તેલુગૂ, તામિલમાં પણ રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધા સિવાય જેકી શ્રોફ, ચંકી પાન્ડે, નીલ નિતિન મુકેશ સહિત ઘણા સ્ટાર્સ જોવા મળે છે. ફિલ્મ સાહો 350 કરોડના ખર્ચે બની છે. જે જુદી જુદી ચાર ભાષામાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. સાહોમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની સાથે સાથે નીલ નીતિન મુકેશ, જૅકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર, ચંકી પાંડે, અરુણ વિજય અને મુરલી શર્મા પણ છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેનું શૂટિંગ વિદેશમાં થયું છે. ફિલ્મને સુજીતે ડિરેક્ટ કરી છે.

prabhas box office gujarati mid-day