2020ની ઇદમાં નહીં થાય કિક 2 રિલીઝ : સાજિદ નડિયાદવાલા

02 September, 2019 08:20 AM IST  | 

2020ની ઇદમાં નહીં થાય કિક 2 રિલીઝ : સાજિદ નડિયાદવાલા

સાજિદ નડિયાદવાલાએ ચોખવટ કરતાં જણાવ્યું છે કે ‘કિક 2’ ૨૦૨૦ની ઈદ દરમ્યાન રિલીઝ નહીં થાય. જોકે થોડા સમય અગાઉ સલમાન ખાને સોશ્યલ મીડિયામાં ૨૦૧૪માં આવેલી ‘કિક’નો ડાયલૉગ લખ્યો હતો. ટ્‍‍વિટર પર સલમાને ટ્વીટ કર્યું હતું કે ‘ઇતના મત સોચ મેરે બારે મેં, દિલ મેં આતા હું... ઔર ઈદ પે ભી.’

સલમાનના આવા ટ્વીટથી તેના ફૅન્સમાં આતુરતા વધવા માંડી હતી. સૌને ખાતરી થવા લાગી હતી કે આ વખતે ઈદ પર ‘કિક 2’નો ધમાકો થવાનો છે. જોકે લોકોની એ મનસા પર પાણી ફરી વળ્યું છે. આ વિશે સાજિદ નડિયાદવાલાએ કહ્યું હતું કે ‘મેં હજી હમણાં જ સ્ક્રિપ્ટ લખવાની શરૂઆત કરી છે. એથી ફિલ્મ ઈદ દરમ્યાન રિલીઝ નહીં થાય.’

આ પણ વાંચો: અંબાણી પરિવારમાં આ રીતે ઉજવાય છે ગણેશોત્સવ, જુઓ ફોટોઝ

સાજિદ મુજબ ફિલ્મનું કન્ટેન્ટ હાલના સમયમાં કિંગ છે. લોકોનો ફિલ્મ પ્રત્યેનો અભિગમ પણ બદલાઈ ગયો છે. ‘કિક 2’ માટે કોઈનું પણ નામ લીધા વગર સાજિદ નડિયાદવાલાએ કહ્યું હતું કે ‘હું તેમના ઘરે ગયો હતો. તેમણે મને પૂછ્યું હતું કે ફિલ્મની શરૂઆત કરવામાં કેટલો સમય બાકી છે. મેં કહ્યું હતું કે મેં પહેલો ડ્રાફ્ટ જ લખ્યો છે. મારે હજી ત્રણથી છ મહિના એ ડ્રાફ્ટને રિરાઇટ કરવા માટે જોઈએ છે. એથી ઈદમાં તો મારી પાસે ફક્ત સ્ક્રિપ્ટ તૈયાર હશે.’

sajid nadiadwala entertaintment gujarati mid-day