હું હજી પણ પોતાની જાતને એક્સ્પ્લોર કરી રહ્યો છું : અક્ષયકુમાર

19 March, 2019 11:52 AM IST  | 

હું હજી પણ પોતાની જાતને એક્સ્પ્લોર કરી રહ્યો છું : અક્ષયકુમાર

અક્ષયકુમાર

અક્ષયકુમારનું કહેવું છે કે તે હજી પણ પોતાની જાતને શોધી રહ્યો છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તેણે ત્રણ દાયકા જેટલો સમય પસાર કર્યો છે. પોતાની કરીઅર દરમ્યાન તેણે ઍક્શન, કૉમેડી અને દેશભક્તિવાળી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. વિવિધ પ્રકારની ભૂમિકા ભજવવાની ઇચ્છા વ્યક્ત કરતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘મારી પાસે ઘણો સમય છે. મારે હજી ઘણું બધું કામ કરવું છે. હું સતત કામમાં રચ્યો-પચ્યો રહેવા માગું છું. હું કોઈ એક જગ્યાએ અટકીને ચોક્કસ ઇમેજમાં બંધાવામાં નથી માનતો. મારે અલગ પ્રકારનાં પાત્રો ભજવવા છે. હું હજી પણ પોતાની જાતને ઍક્સ્પ્લોર કરી રહ્યો છું. મારી જાત સાથે ઘણું બધું કરવા માટે મારી પાસે ઘણો સમય છે. મારી પાસે ‘હાઉસફુલ ૪’ છે અને ત્યાર બાદ હું એક હૉરર-કૉમેડી અને ‘સૂર્યવંશી’ કરીશ. મારે અલગ પ્રકારની ફિલ્મો કરવી છે અને આવી ફિલ્મો કરવાની તક હું સતત શોધી રહ્યો છું.’

આ પણ વાંચો : બ્રહ્માસ્ત્રમાં મને વિલનની ઑફર થઈ હોવાથી હું ખૂબ જ સરપ્રાઇઝ થઈ ગઈ હતી : મૌની રૉય

‘કેસરી’ ફિલ્મ બનાવવાનો અનુભવ ખૂબ જ ઇમોશનલ રહ્યો હતો. ખાસ કરીને ફિલ્મની છેલ્લી ૧૫ મિનિટ લાગણીસભર રહી હતી. મારા માટે આ ખૂબ જ ઇમોશનલ જર્ની રહી હતી. મને ખાતરી છે કે દર્શકો માટે પણ આ ખૂબ જ લાગણીસભર અનુભવ રહેશે.

- અક્ષયકુમાર

bollywood news akshay kumar