Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બ્રહ્માસ્ત્રમાં મને વિલનની ઑફર થઈ હોવાથી હું સરપ્રાઇઝ થઈ ગઈ હતી : મૌની

બ્રહ્માસ્ત્રમાં મને વિલનની ઑફર થઈ હોવાથી હું સરપ્રાઇઝ થઈ ગઈ હતી : મૌની

19 March, 2019 11:47 AM IST |

બ્રહ્માસ્ત્રમાં મને વિલનની ઑફર થઈ હોવાથી હું સરપ્રાઇઝ થઈ ગઈ હતી : મૌની

મૌની રૉય

મૌની રૉય


મૌની રૉયનું કહેવું છે કે ‘બ્રહ્માસ્ત્ર’માં તેને વિલનની ઑફર કરવામાં આવી હોવાથી તેને ખૂબ જ સરપ્રાઇઝ થઈ હતી. મૌનીએ બૉલીવુડમાં અક્ષયકુમારની ‘ગોલ્ડ’ દ્વારા એન્ટ્રી કરી હતી. તેની પાસે હાલમાં ઘણી ફિલ્મો છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ‘બ્રહ્માસ્ત્ર’માં તે વિલનની ભૂમિકા ભજવી રહી છે. આ વિશે જણાવતાં મૌનીએ કહ્યું હતું કે ‘હું આ ફિલ્મમાં મેઇન વિલનનું પાત્ર ભજવી રહી છું. આ ફિલ્મની હું ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહી છું. મને એક અલગ પ્રકારનું ચૅલૅન્જિંગ પાત્ર ભજવવા મળ્યું એની ખુશી હતી. મને પહેલાં ઘણું આર્ય થયું હતું કે તેઓ મને વિલન બનાવવા માગે છે. આયાન મુખરજીએ મને ‘નાગીન’માં જોઈ હતી અને તેને લાગ્યું હતું કે હું વિલનનું પાત્ર સારી રીતે ભજવી શકું છું. તમને ખબર નથી હોતી કે ક્યારે શું થઈ જાય છે. એક ઍક્ટર તરીકે તમારે અલગ-અલગ પ્રકારનાં પાત્રો માટે તૈયાર રહેવું જોઈએ, નહીંતર તમે આગળ નહીં વધી શકો.’

આ પણ વાંચો : ફેમ કરતાં ફિલ્મો મારા માટે વધુ મહત્વ ધરાવે છે : જાહ્નવી કપૂર



આઉટસાઇડર હોવાનો ક્યારેય અહેસાસ નથી થયો મૌનીને


મૌની રૉયનું કહેવું છે કે બૉલીવુડમાં અને ખાસ કરીને ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર તેને ક્યારેય આઉટસાઇડર હોવાનો અહેસાસ નથી થયો. તે હાલમાં ‘બ્રહ્માસ્ત્ર’ને લઈને વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અમિતાભ બચ્ચને કામ કર્યું છે. તેમની સાથે કામ કરવાના અનુભવ વિશે પૂછતાં મૌનીએ કહ્યું હતું કે ‘મિસ્ટર બચ્ચન સાથે કામ કર્યાં બાદ મારી લાઇફનું સપનું પૂÊરું થયું હતું. રણબીર અને આલિયા સ્વીટહાર્ટ્સ છે, તેઓ ખૂબ જ સારા છે. તેઓ એટલા મોટા સ્ટાર્સ છે કે તેમની સાથે રસ્તા પર ચાલવાનો પણ તમને ડર લાગે છે. તેઓ દરેક ખૂબ જ સારા છે અને સેટ પર તેમણે મારો આવકાર પણ ખૂબ જ સારી રીતે કર્યો હતો. ખૂબ જ સફળ અને ટૅલન્ટેડ હોવા છતાં તેમની અંદર ખૂબ જ સારી માનવતા રહેલી છે અને હું આઉટસાઇડર હોવા છતાં મારો સ્વીકાર કર્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2019 11:47 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK