સંજય લીલા ભણસાલી V/S દીપિકા પાદુકોણ

30 October, 2019 11:51 AM IST  |  મુંબઈ

સંજય લીલા ભણસાલી V/S દીપિકા પાદુકોણ

સંજય લીલા ભણસાલી અને દીપિકા પાદુકોણ

સંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાવરા’ અને દીપિકા પાદુકોણની ‘મહાભારત’ ૨૦૨૧ની દિવાળીએ બૉક્સ-ઑફિસ પર ટકરાવાની છે. ‘મહાભારત’માં દ્રૌપદીના પાત્રમાં દીપિકા જોવા મળવાની છે. સંજય લીલા ભણસાલી હાલમાં આલિયા ભટ્ટને લઈને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ બનાવી રહ્યા છે. આ ફિલ્મ દેહવેપારના વિસ્તાર એવા કામાઠીપુરાની માલકણ ગંગુબાઈના જીવન પર આધારિત છે. આ ફિલ્મ બાદ સંજય લીલા ભણસાલી ‘બૈજુ બાવરા’ને ડિરેક્ટ કરવાના છે.

આ પણ વાંચો : બેહદ ખૂબસુરત છે 'બિગ બૉસ 13'ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Himanshi Khurana

આ વિશે માહિતી આપતાં ટ્‍‍વિટર પર સંજય લીલા ભણસાલીના પ્રોડક્શન હાઉસે ટ્વીટ કર્યું હતું કે ‘અમારી ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ૨૦૨૦ની ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ થયા બાદ સંજય લીલા ભણસાલી તેમનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘બૈજુ બાવરા’ બનાવશે. ફિલ્મની સ્ટોરી બદલાની ભાવનાને દેખાડશે. આ મ્યુઝિકલ ફિલ્મ ૨૦૨૧ની દિવાળીએ રિલીઝ થશે.’

sanjay leela bhansali deepika padukone bollywood news