દીપિકાને સન્માનિત કરશે કમલનાથ સરકાર, છપાકને લઈને રાજકારણ ગરમાયું...

11 January, 2020 07:15 PM IST  |  Mumbai Desk

દીપિકાને સન્માનિત કરશે કમલનાથ સરકાર, છપાકને લઈને રાજકારણ ગરમાયું...

મધ્ય પ્રદેશ સરકારક છપાક ફિલ્મને ટેક્સ ફ્રી કર્યા બાદ તેની અભિનેત્રી દીપિકા પાદુકોણને સન્માનિત પણ કરશે. તો, ફિલ્મને લઈને ભાજપ અને કૉંગ્રેસમાં જીભાજોડી થઈ રહી છે. પ્રદેશના જનસંપર્ક મંત્રી પીસી શર્માએ કહ્યું કે સરકાર ફિલ્મ છપાક માટે અભિનેત્રી દીપિકા પાદુકોણનું સન્માન કરશે.

ઇન્દોરમાં થનારા આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ અકાદમી પુરસ્કાર (આઇફા અવૉર્ડ્સ) કાર્યક્રમ દરમિયાન તેને સન્માનિત કરવામાં આવશે. તો, ફિલ્મને ટેક્સ ફ્રી કરવા બાબતે રાજકારણ ગરમાયું છે જેનો જવાબ મુખ્યમંત્રી કમલનાથે ટ્વીટ કરીને આપ્યું છે. તેમણે કહ્યું કે ફિલ્મો તેમજ કલાકારો, વિચારધારાઓ વહેંચવી અને તેને રાજકારણ સાથે જોડવી એ પરંપરા જ ખોટી છે. દેશમાં કોઇને આ હક નથી કે તે અમને જણાવે કે અમે કઇ ફિલ્મ જોઇએ અને કઇ નહીં...

તાનાજીને પણ કરો ટેક્સ ફ્રીઃ ભાજપ
ભાજપએ ફિલ્મ 'તાન્હાજી'ને પણ ટેક્સ ફ્રી કરવાની માગ કરી છે. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તેમજ વિધેયક રામેશ્વર શર્માએ કહ્યું કે અમે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આગળ આ માગ મૂકીએ છીએ કે તે તાન્હાજી ફિલ્મને ટેક્સ ફ્રી કરવાના સમર્થનમાં મુખ્યંત્રી કમલનાથને પત્ર લખે. ઠાકરેએ મહારાષ્ટ્રમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવી જોઇએ, નહીં તો અમે માની લેશું કે ઠાકરેએ ઔરંગઝેબના વિચારોનું અનુસરણ કરવાનું શરૂ કરી દીધું છે.

મફત ટિકિટો વહેંચો
ભાજપ નેતા સુરેન્દ્રનાથ સિંહ અને અનિલ અગ્રવાલે ભોપાળમાં રંગમહેલ સિનેમાની બહાર દર્શકોને તાન્હાજી ફિલ્મની મફત ટીકિટો વહેંચી. તો એનએસયૂઆઇના પ્રદેશ પ્રવક્ચા વિવેક ત્રિપાઠીએ કહ્યું કે તેમણે સંગીત સિનેમાની બહાર છપાક ફિલ્મની 200 ટિકિટ લોકોને મફતમાં વહેંચી.

'પોર્ન' સંબંધી નિવેદનને ફિલ્મ 'છપાક' સાથે જોડવું કૉન્ગ્રેસની વિકૃત માનસિકતાઃ ભાર્ગવ
મધ્ય પ્રદેશના નેતા પ્રતિપક્ષ ગોપાલ ભાર્ગવે 'પોર્ન' સંબંધી નિવેદનને 'છપાક' સાથે જોડવાની વાતને કૉંગ્રેસની વિકૃત માનસિકતા કહી છે. તેમણે શુક્રવારે કહ્યું કે એક કમિટી ફિલ્મ જોઇને નક્કી કરે છે કે ફિલ્મ સમાજ સુધારનો સંદેશ આપે છે કે નહીં. તેના પચી તેને ટેક્સ ફ્રી (કરમુક્ત) કરવાનો નિર્ણય થાય. આ પરિપ્રેક્ષ્યમાં મેં કહ્યું હતું કે ફિલ્મ જોયા વગર સરકારે નિર્ણય કેવી રીતે લઈ લીધો. નોંધનીય છે કે ભાર્ગવે ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવાના સવાલ પર હરદામાં ગુરુવારે પત્રકારોને કહ્યું હતું કે ફિલ્મને પ્રદર્શન પહેલા જ ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. આ ફિલ્મ સ્ટન્ટ, એક્શ કે કંઇપણ... અહીં સુધી કે પોર્ન પણ હોત, તો પણ તે આવું કરી શક્યા હોત. ભાર્ગવના નિવેદને કૉંગ્રેસના મીડિયા અધ્યક્ષ શોભા ઓઝાએ મહિલાઓ પ્રત્યે અપમાનજનક જણાવી હતી.

આ પણ વાંચો : બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ

રાજસ્થાનમાં ટેક્સ ફ્રી હશે ફિલ્મ છપાક
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે પ્રદેશમાં છપાક ફિલ્મ ટેક્સ ફ્રી કરવાને લઈને ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે. શુક્રવારે મીડિયા સાથે વાતચીતમાં ગેહલોતે કહ્યું કે હાલ દેશમાં જે કંઇ થઈ રહ્યું છે, તે ખોટું છે. પ્રધાનમંત્રીએ ધ્યાન આપવું જોઇએ, તે ફક્ત ગૃહમંત્રાલય પર જ નિર્ભર ન રહે. તેમણે નાણાંમંત્રી વગર પ્રધાનમંત્રી દ્વારા પ્રી બજેટ મીટિંગ કરવાની વાત પહેલીવાર સાંભળી છે. જેએનયૂ હિંસાને દુખદ જણાવતાં કહ્યું કે યૂનિવર્સિટીમાં મોહરાધારોનું હિંસા કરવી ખોટી છે. પોલીસની ભૂમિકા યોગ્ય નથી.

bollywood events bollywood bollywood news bollywood gossips deepika padukone