માઇનસ 3ડિગ્રી તાપમાનમાં અમિતાભ બચ્ચન કરે છે શૂટિંગ, ચાહકોએ આપી આ સલાહ

03 December, 2019 08:29 PM IST  |  Mumbai Desk

માઇનસ 3ડિગ્રી તાપમાનમાં અમિતાભ બચ્ચન કરે છે શૂટિંગ, ચાહકોએ આપી આ સલાહ

અમિતાભ બચ્ચન જબરજસ્ત પ્રોફેશનલ એક્ટર છે. 50 વર્ષથી વધારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિતાવી ચૂકેલા બિગ બી આજે પણ પોતાની સમયબદ્ધતા માટે જાણીતા છે. અમિતાભ આ ઉંમરમાં પણ કેટલીય ફિલ્મો કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે બ્રહ્માસ્ત્રની શૂટિંગની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી, જેના પછી ચાહકોને તેમના સ્વાસ્થ્યની ચિંતા થવા લાગી અને તે અમિતાભને પોતાનું ધ્યાન રાખવાની સલાહ આપી રહ્યા છે.

અમિતાભ બચ્ચને જે તસવીર શૅર કરી તે મનાલી શૅડ્યૂલની છે. અમિતાભ ગરમ કપડાંથી ઢંકાયેલા છે અને ફિલ્મના લીડ એક્ટર રણબીર કપૂર તેમની સાથે દેખાય છે. આ તસવીર સાથે અમિતાભે લખ્યું માઇનસ 3 ડિગ્રી. પ્રૉટેક્ટિવ ગિયર. અને કામની જરૂરિયાત

ચાહકોને આ તસવીર દ્વારા જ્યારે ખબર પડી કે અમિતાભ બચ્ચન માઇનસ 3 ડિગ્રી તાપમાનમાં શૂટિંગ કરી રહ્યા છે તો તેમને ચિંતા થઈ. કામ પ્રત્યે બિગબીના સમર્પણના વખાણ કરવાની સાથે ચાહકો સોશિયલ મીડિયામાં તેમણે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની અપીલ કરી રહ્યા છે. ચાહકોએ લખ્યું કે ઠંડી વધારે છે, તેથી તમારું ધ્યાન રાખો.

જણાવીએ કે દિવાળીના થોડાંક દિવસ પહેલા જ અમિતાભ હૉસ્પિટમાં દાખલ હતા. ચર્ચાઓ હતી કે તેમની તબિયત ખરાબ થઈ ગઈ છે, પણ પછી ખબર પડી કે તે રૂટિન ચેકઅપ માટે અમિતાભે તાજેતરમાં જ પોતાના બ્લૉગ દ્વારા રિટાયર થવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. અણિતાભે લખ્યું હતું કે તે વિચારે કંઇક છે, અને હાથ કંઇક બીજું લખે છે.

આ પણ વાંચો : આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો

તેમ છતાં, અયાન મુખર્જી નિર્દેશિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર એક સુપરહીરો ફિલ્મ છે, જે 2020માં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ફીમેલ લીડ રોલમાં છે, જ્યારે મૌની રૉય એક મુખ્ય પાત્રમાં દેખાવાની છે. આ સિવાય અમિતાભ ચહેરે, ગુલાબો સિતાબો અને ઝુંડ જેવી ફિલ્મોમાં દેખાવાના છે.

amitabh bachchan ranbir kapoor alia bhatt bollywood bollywood news bollywood gossips