‘ભૂલભુલૈયા 2’નો ઓપનિંગ વીક એન્ડનો બિઝનેસ ૫૫.૯૬ કરોડ

24 May, 2022 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્તિક આર્યનની ‘ભૂલભુલૈયા 2’એ બૉક્સ-ઑફિસ પર ઓપનિંગ વીક-એન્ડમાં ૫૫.૯૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

‘ભૂલભુલૈયા 2’નો ઓપનિંગ વીક એન્ડનો બિઝનેસ ૫૫.૯૬ કરોડ

કાર્તિક આર્યનની ‘ભૂલભુલૈયા 2’એ બૉક્સ-ઑફિસ પર ઓપનિંગ વીક-એન્ડમાં ૫૫.૯૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ૨૦૦૭માં આવેલી ‘ભૂલભુલૈયા’ની આ સીક્વલ છે. આ ફિલ્મમાં કાર્તિકની સાથે કિયારા અડવાણી અને તબુએ પણ કામ કર્યું છે. આ ફિલ્મે શુક્રવારે ૧૪.૧૧ કરોડ, શનિવારે ૧૮.૩૪ કરોડ અને રવિવારે ૨૩.૫૧ કરોડની સાથે ટોટલ ૫૫.૯૬ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મની સાથે કંગના રનોટની ‘ધાકડ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ખૂબ જ ગંદી તરીકે પટકાઈ ગઈ છે. આ ફિલ્મ બહુ જલદી સો કરોડની ક્લબમાં દાખલ થઈ શકે છે. તેમ જ ઘણાં સિંગલ સ્ક્રીન થિયેટર્સમાં પણ આ ફિલ્મ હાઉસફુલ જઈ રહી છે.

bollywood news entertainment news kartik aaryan