અનન્યા પાન્ડે ઈશાન ખટ્ટર સાથે કરશે આ ફિલ્મ,સપ્ટેમ્બરમાં શરૂ કરશે શૂટિંગ

25 August, 2019 07:27 PM IST  | 

અનન્યા પાન્ડે ઈશાન ખટ્ટર સાથે કરશે આ ફિલ્મ,સપ્ટેમ્બરમાં શરૂ કરશે શૂટિંગ

બોલીવુડ સ્ટાર અનન્યા પાન્ડે પતિ પત્ની ઓર વો સાથે ફરી એકવાર સિલ્વર સ્ક્રિન પર આવવા માટે તૈયાર છે ત્યારે તેની ત્રીજી ફિલ્મની પણ જાહેરાત થઈ છે. સ્ટુડન્ટ ઓફ ધ યર-2, પતિ પત્ની ઔર વો પછી અનન્યા પાન્ડે ફિલ્મ કાલી પીલીમાં જોવા મળશે. અનન્યા પાન્ડે ધડક ફિલ્મના લીડ ઈશાન ખટ્ટર સાથે કાલી પીલીમાં જોવા મળશે. ફિલ્મ કાલી પીલીનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શૂટ શરૂ કરવામાં આવશે.

સ્ટુડન્ટ ઓફ ધ યર-2 પછી અનન્યા સતત શૂટિંગમાં વ્યસ્ત છે. હાલ તે પતિ પત્ની ઔર વોની શૂટિંગને લઈને લખનઉમાં છે. માનવામાં આવી રહ્યું છે કે, પતિ પત્ની ઔર વોનું શૂટિંગ સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં પૂરૂ થઈ જશે. પતિ પત્ની ઔર વો પછી અનન્યા કાલી પીલીનું શૂટિંગ શરૂ કરશે.

આ પણ વાંચો: લેકમે ફેશન વીક 2019માં જુઓ બોલીવુડ સ્ટાર્સનો અંદાજ

ફિલ્મ કાલી પીલી અલી અબ્બાસ ઝફર પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. આ ફિલ્મનું શૂટિંગ 15 સપ્ટેમ્બરના રોજ મુંબઈથી શરૂ થાય તેવુ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઈશાન ખટ્ટર ડિરેક્ટર મીરા નાયરની ટીવી સિરીઝ ‘અ સૂટેબલ બોય’ને લઈને વ્યસ્ત છે. આ સિરીઝ લેખક વિક્રમ સેઠના જાણીતા પુસ્તક ‘અ સૂટેબલ બોય’પર આધારિત છે. આ સિરીઝમાં ઈશાન માન કપૂરનો રોલ કરી રહ્યો છે. અ સૂટેબલ બોયમાં ઈશાન ખટ્ટર સાથે તબૂ પણ જોવા મળશે. 

Ananya Panday bollywood gossips gujarati mid-day