Stock Market Today: શેરબજારોમાં સપાટ શરૂઆત, અદાણી ગ્રુપના શેરમાં ખરીદી ચાલુ

09 December, 2024 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Stock Market Today: BSE સેન્સેક્સ મામૂલી ઘટાડા સાથે ખુલ્યો હતો, પરંતુ હવે તે 81,650 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે; NSE નિફ્ટીની શરૂઆત મામૂલી ઘટાડા સાથે થઈ હતી

ફાઇલ તસવીર

સોમવારે દેશભરના શેરબજારો (Share Market)માં સપાટ શરૂઆત થઈ હતી, પરંતુ અદાણી ગ્રુપ (Adani Group)ના તમામ શેર (Stock Market Today)માં ખરીદી જોવા મળી રહી છે અને અદાણી પાવર (Adani Power), અદાણી ટોટલ (Adani Total)માં એક ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (Bombay Stock Echange - BSE) સેન્સેક્સ (Sensex) મામૂલી ઘટાડા સાથે ખુલ્યો હતો, પરંતુ હવે તે 81,650 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (National Stock Exchange - NSE) નિફ્ટી (Nifty)ની શરૂઆત મામૂલી ઘટાડા સાથે થઈ હતી, પરંતુ થોડા સમય પછી તે લીલામાં પાછી આવી ગઈ હતી. હાલમાં નિફ્ટી 24,600 પોઈન્ટની આસપાસ છે. બેંકિંગ શેરોમાં હળવી ખરીદી છે અને એચડીએફસી (HDFC) બેંક, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) બેંક, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા – એસબીઆઇ (SBI)માં ખરીદી જોવા મળી રહી છે.

સોમવારે શરૂઆતના વેપારમાં BSE સેન્સેક્સ 60.88 પોઈન્ટ વધીને 81,770 પોઈન્ટ પર હતો, જ્યારે NSE નિફ્ટી 23.10 પોઈન્ટના ઉછાળા સાથે 24,700.90 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.

સામાન્ય રીતે બજારનો ટ્રેન્ડ સકારાત્મક હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર 1,450 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 498 શેર લાલ નિશાનમાં હતા. બજારના જાણકારોના મતે થોડા સમય માટે બજારનું વલણ હળવી તેજીનું રહેશે.

બજાર નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, છેલ્લા પંદર દિવસમાં નિફ્ટીમાં 3.2 ટકાનો વધારો અગ્રણી બેંકોને કારણે જોવા મળ્યો હતો, જેમના વેલ્યુએશન હજુ પણ વાજબી છે અને તેઓ બજારને આગળ લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

નિષ્ણાતોએ વધુમાં જણાવ્યું હતું કે, FIIનું વળતર એ અન્ય એક સકારાત્મક પાસું છે, જે લાર્જ કેપ્સ માટે સારો સંકેત છે. વર્તમાન રેલી નિફ્ટી બેન્કને નવા રેકોર્ડ હાઈ પર લઈ જઈ શકે છે, જેના કારણે નિફ્ટી વધુ વધી શકે છે.

નિફ્ટી બેંક 23.45 પોઈન્ટ અથવા 0.04 ટકા વધીને 53,532.95 પર ટ્રેડ કરી રહી હતી. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 120.05 પોઈન્ટ અથવા 0.20 ટકાના વધારા સાથે 58,824.65 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 51.50 પોઈન્ટ અથવા 0.26 ટકા વધીને 19,543.60 પર હતો.

સેન્સેક્સ પેકમાં અદાણી પોર્ટ્સ, એલએન્ડટી, ટેક મહિન્દ્રા, એનટીપીસી, બજાજ ફાઇનાન્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એચડીએફસી બેન્ક અને સન ફાર્મા ટોચના ગેનર હતા. જ્યારે, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, ઇન્ફોસિસ, એમએન્ડએમ, એક્સિસ બેંક અને અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ લુઝર હતા.

એશિયન બજારોમાં, જકાર્તા અને જાપાનના બજારો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ચીન, હોંગકોંગ, સિયોલ અને બેંગકોકના બજારો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

યુએસ શેરબજારોમાં છેલ્લા ટ્રેડિંગ સેશનમાં S&P 500 અને Nasdaq અનુક્રમે 0.25 ટકા અને 0.81 ટકાના વધારા સાથે બંધ થયા છે. તે જ સમયે, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.28 ટકા ઘટીને બંધ થયો હતો.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ ૬ ડિસેમ્બરે રૂ. 1,830.31 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ એ જ દિવસે રૂ. 1,659.06 કરોડના શેર ખરીદ્યા હતા.

business news share market stock market sensex nifty national stock exchange bombay stock exchange rasha thadani adani group