ઇક્વિટીમાં વિદેશી રોકાણનો પ્રવાહ ડિસેમ્બરમાં ૧૧,૧૧૯ કરોડે પહોંચ્યો

03 January, 2023 02:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સતત બીજા મહિને ભારતીય બજારમાં નેટ રોકાણ આવ્યું છે.

પ્રતિકાત્મક તસવીર (સૌજન્ય : આઈ-સ્ટૉક)

વિશ્વના કેટલાક ભાગોમાં કોવિડ-19ના કેસના પુનઃ ઉદ્ભવ વિશે વધતી જતી ચિંતા છતાં વિદેશી રોકાણકારોએ ડિસેમ્બરમાં ભારતીય ઇક્વિટીમાં ૧૧,૧૧૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, સતત બીજા મહિને ભારતીય બજારમાં નેટ રોકાણ આવ્યું છે.

જોકે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો તાજેતરના દિવસોમાં સાવધ બન્યા છે. નવેમ્બરમાં એફપીઆઇ દ્વારા રોકાણ કરાયેલા ૩૬,૨૩૯ કરોડ રૂપિયાની સરખામણીએ ડિસેમ્બરમાં રોકાણનો પ્રવાહ ઘણો ઓછો હતો એમ ડિપોઝિટરીઝના ડેટા દર્શાવે છે.

બજારોમાં કરેક્શન હોવા છતાં વિશ્વના કેટલાક ભાગોમાં કોવિડના પુનઃ ઉદ્ભવ વિશેની ચિંતા અને અમેરિકામાં મંદીની ચિંતા વચ્ચે એફપીઆઇ ભારતીય ઇક્વિટી બજારોમાં (ડિસેમ્બરમાં) ચોખ્ખા ખરીદદારો રહ્યા છે એમ મૉર્નિંગ સ્ટાર ઇન્ડિયાના અસોસિએટ ડિરેક્ટર-મૅનેજર હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.

ઉપરાંત ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે, ઘણા રોકાણકારોએ તાજેતરમાં ભારતીય બજારો સર્વકાલીન ઉચ્ચ સ્તરને સ્પર્શતાં નફો બુક કરવાનું પસંદ કર્યું હશે.

business news foreign direct investment