IPL બાદ શું ટૉક્યો ઑલિમ્પિક્સ પણ થશે રદ? જાપાનમાં લૉકડાઉન લંબાયુ

05 May, 2021 04:22 PM IST  |  Tokyo | Gujarati Mid-day Online Correspondent

કોરોનાના વધતા કેસને કારણે જાપાનમાં લૉકડાઉન વધારવામાં આવ્યું છે એટલે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ૨૩ જુલાઈ ૨૦૨૧થી શરુ થનાર ઑલિમ્પિક્સ રદ કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

વિશ્વમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર વધ્યો છે. અનેક દેશોમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની છે અને કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધતા પ્રકોપને લીધે જાપાનમાં લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે. એટલે હવે શંકા છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની જેમ જ ટૉક્યો ઑલિમ્પિક્સ (Tokyo Olympics) પણ રદ થઈ શકે છે. લૉકડાઉન લંબાતા ખેલાના મહાકુંભ ઑલિમ્પિક્સના આયોજન માથે લટકતી તલવાર છે.

જાપાનની સરકારે કોરોના વાયરસના કેસ વધતા લૉકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. ઑક્યો, ઓસાકા, ક્યોટા અને હ્યોગો સહિત જાપાનના અનેક મોટા શહેરોમાં ૨૩ એપ્રિલથી ૧૧ મે સુધી લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. પરંતુ કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે અધિકારીઓ આ લૉકડાઉન લંબાવવા માટે વિચારણા કરી રહ્યાં છે. જેને લીધે ટૉક્યો ઑલિમ્પિક્સના આયોજન બાબતે શંકા થાય છે. કોરોના વાયરસ મહામારીને લીધે ટૉક્યો ઑલિમ્પિક્સ ૨૦૨૦માં થનારા મુકાબલાને ૨૩ જુલાઈ ૨૦૨૧ સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા.

દર ચાર વર્ષ બાદ યોજાયા ઑલિમ્પિક્સ પર આ વર્ષે કોઈને કોઈ કારણસર મુશ્કેલીઓ આવી રહી છે. આ પહેલા વર્ષ ૧૯૪૦ અને વર્ષ ૧૯૮૦માં ઑલિમ્પિક્સ કાર્યક્રમોમાં અડચણ આવી હતી. વર્ષ ૧૯૪૦માં ઑલિમ્પિક્સ રદ કરવામાં આવ્યા હતા. તો વર્ષ ૧૯૮૦માં અન્ય મોટા દેશોએ ઑલિમ્પિક્સનો બહિષ્કાર કર્યો હતો.

coronavirus covid19 sports sports news tokyo olympics 2020 japan tokyo