ફિફા વર્લ્ડ કપની શરૂઆતમાં જ ઇંગ્લૅન્ડે ઈરાનને ૬-૨થી કચડી નાખ્યું

22 November, 2022 01:12 PM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

ગ્રુપ ‘બી’માં ટૉપ પર રહેવા માટે ફેવરિટ ગણાતી ઇંગ્લૅન્ડની ટીમ ફર્સ્ટ-હાફમાં ૩-૦થી આગળ હતી.

ઇંગ્લૅન્ડના બુકાયો સાકાએ બે ગોલ કર્યા હતા. ઈરાનના ખેલાડીઓ તેને કોઈ પણ રીતે કાબૂમાં નહોતા રાખી શક્યા. તસવીર એ.એફ.પી.

કતારના ફિફા વર્લ્ડ કપમાં ગઈ કાલે ઇંગ્લૅન્ડે ઈરાનને ૬-૨થી હરાવીને જબરદસ્ત પ્રારંભ કર્યો હતો. ગ્રુપ ‘બી’માં ટૉપ પર રહેવા માટે ફેવરિટ ગણાતી ઇંગ્લૅન્ડની ટીમ ફર્સ્ટ-હાફમાં ૩-૦થી આગળ હતી.

જ્યુડ બેલિંગમ, બુકાયો સાકા, રહીમ સ્ટર્લિંગ, માર્કસ રૅશફર્ડ અને જૅક ગ્રીલિશે ગોલ કર્યા હતા. એમાં સાકાએ બે ગોલ કર્યા હતા.

sports sports news football england qatar iran