મારી કારકિર્દીની શરૂઆત અમદાવાદથી થઇ હતી : વિશ્વનાથ આનંદ

08 September, 2019 11:53 AM IST  |  Ahmedabad

મારી કારકિર્દીની શરૂઆત અમદાવાદથી થઇ હતી : વિશ્વનાથ આનંદ

વિશ્વનાથન આનંદ (PC : Social Media)

Ahmadabad : ભારતના દિગ્ગજ ચેસ ખેલાડી એવા વિશ્વનાથન આનંદ શનિવારે અમદાવાદની મુલાકાતે હતા. વિશ્વનાથ આનંદે શહેરમાં બોપલ વિસ્તારમાં આવેલ સંસ્કારધામ સ્કુલની સ્પોર્ટસ એકેડેમીની મુલાકાત લીધી હતી. દરમ્યાન તેણે જણાવ્યું કે મારા માટે અમદાવાદ શહેર ઘણું ખાસ છે. કારણ કે મે મારી કારકિર્દીની માટે પહેલું પગલું અમદાવાદથી ભર્યું હતું. તેણે શહેરમાં વર્ષ 1983માં પહેલીવાર રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટ B માટે ક્વોલિફાય કર્યું હતું. જે ત્યાર બાદ વર્ષ 1984 માં ટુર્નામેન્ટ A માં ચેમ્પિયન બન્યો હતો. સંસ્કારધામ સ્કુલના વિદ્યાર્થીઓ સાથે વિશ્વનાથ આનંદે હળવી પળો માણી હતી તથા સ્પોર્ટસ કારકિર્દી ખાસ કરીને ચેસ માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે 2 ચેસ ગેમ પણ રમી હતી.


મને 5 વર્ષની ઉમરે માતા સુશીલાએ ચેસનો કક્કો શીખવાડ્યો
ચેસની રમતના વિશ્વના દિગ્ગજ ગણાતા વિશ્વનાથન આનંદ અમદાવાદની મુલાકાતે હતા. ત્યારે તેણે પત્રકારો સાથે મન મુકીને વાતો કરી હતી. આનંદને પોતાની કારકિર્દીની શરૂઆતના દિવસો વાત કરતા જણાવ્યું કે પિતા સાઉથર્ન રેલવેઝમાં કામ કરતા હતા અને તેમનું ફિલીપીન્સ ખાતે ટ્રાન્સફર થયું હતું. આનંદ ત્યારે માત્ર 5 વર્ષના હતા અને પોતાની માતા સુશીલા પાસેથી ચેસ રમતા શીખ્યા હતા. તેમને નાની ઉંમરથી જ રમતમાં રસ પડી ગયો હતો અને તે પછી ટીવીમાં જોઈ જોઈને રમતમાં ધાર મજબૂત કરી હતી.

આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

ટોપ 20ની લિસ્ટમાં મારૂ નામ આવ્યું તે ક્ષણ મારા માટે અદભુત હતી
આનંદે વધુમાં પોતાની ચેસ કારકિર્દીના શરૂઆતના દિવસો વિશે જણાવતા કહ્યું કે આજના ખેલાડીઓ માટે રેન્કિંગ જોવું ઘણું સરળ છે. મોબાઈલમાં બે મિનિટમાં રેન્ક ચેક કરી લે છે. પરંતુ તે સમયે એવું ન હતું. જ્યારે 1990માં પહેલી વાર ટોપ-20 (18મો રેન્ક) મારી એન્ટ્રી થઇ ત્યારે હું મનિલામાં રમતો હતો અને કોઈએ મને આ અંગે જાણ કરી હતી. મને કોઈ મિત્રે આવીને કહ્યું પરંતુ મને આ અંગે વિશ્વાસ થયો ન હતો. મને ચેસ એસોશિયેસન તરફથી સંપૂર્ણ લિસ્ટ મળી ન હતી. સાચું કહું તો મને ખ્યાલ હતો કે હું ટોપ-20માં છું. મને એ જોવામાં વધુ રસ હતો કે મારી આગળ કોણ છે. તે સમયે દર 6 મહિને રેન્કિંગ બહાર પડતી.


સમય સાથે ટ્રેનિંગ ઈવૉલ્વ થઇ
પહેલા મેં રમવાનું ચાલુ કર્યું ત્યારની અને અત્યારની સરખામણી કરીએ તો ટ્રેનિંગમાં બહુ ફર્ક પડ્યો છે. તે સમયે અમે એક રૂટિન પ્રમાણે ટ્રેન થતા હતા. હાલમાં ટેક્નોલોજીથી રમત એટલી આગળ વધી ગઈ છે કે વિરોધી ખેલાડીઓ વિશે બધા ડિટેલમાં સ્ટડી કરે છે. તેમજ માનસિક રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને વિકસિત થવાની કસરત હંમેશા ચાલુ જ હોય છે. મારા અનુસાર અત્યારે યુવાનો માટે રમતમાં કારકિર્દી બનાવવી પહેલા કરતા સરળ છે. સ્પર્ધાની સાથે રમત અને તેમજ તૈયારીનું સ્તર સુધર્યું છે.

આ પણ જુઓ : ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

બધા સ્પોર્ટ્સમાં ભાગ લેવો જોઈએ, એક પૅશન માટે અને અન્ય મસ્તી માટે રમો
હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે ચેસ સીવાય ફુટબોલ, ટેનિસ જેવી અનેક રમતોમાં ભાગ લેતો હતો. બધી રમતો પૅશન માટે રમવાની હોય તેવું નથી. અમુક માત્ર મસ્તી માટે રમવાની હોય છે. ભણવામાં પણ એવુજ છે, બધા વિષયમાં આપણને રસ નથી હોતો, જે ગમતો હોય તેમાંજ આપણે 100% આપીએ છીએ.

આ પણ જુઓ : શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

વર્લ્ડ ચેમ્પિયનશિપ ક્વોલિફાયરમાં ભાગ લેવા માટે જશે
પદ્મભૂષણ એવોર્ડ વિજેતા આનંદ આવતા મહિને વર્લ્ડ ચેમ્પિયનશિપ ક્વોલિફાયર ઇવેન્ટ- આયલ ઓફ મેન આઇલેન્ડમાં ભાગ લેવા માટે જશે. તે ઉપરાંત અન્ય ટૂર્નામેન્ટમાં પણ ભાગ લેવાઇચ્છુક છે.

sports news chess