મેસીનો ૧૦૦મો ગોલ અને હૅટ-ટ્રિક

30 March, 2023 12:20 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આર્જેન્ટિનાનો આ મૅચમાં ૭-૦થી વિજય થયો હતો

લિયોનેલ મેસી

વિશ્વના સર્વશ્રેષ્ઠ ફુટબોલર લિયોનેલ મેસીએ આર્જેન્ટિનાના સૅન્ટિએગો ડેલ એસ્ટેરો શહેરમાં મંગળવારે રમાયેલી મૅચમાં કરીઅરનો ૧૦૦મો ઇન્ટરનૅશનલ ગોલ કર્યો હતો. ક્યુરસો સામેની ફ્રેન્ડ્લી મૅચમાં ત્યાર બાદ તેણે બીજા બે ગોલ પણ કરીને વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાને મોટા માર્જિનથી જિતાડવામાં સૌથી મોટું યોગદાન આપ્યું હતું. આર્જેન્ટિનાનો આ મૅચમાં ૭-૦થી વિજય થયો હતો. મેસીના ત્રણ ગોલ સિવાયના બાકીના ચારમાંથી એક-એક ગોલ નિકોલસ ગૉન્ઝાલેઝ, એન્ઝો ફર્નાન્ડેઝ, ઍન્જલ ડી મારિયા અને ગૉન્ઝેલો મૉન્ટિયલે કર્યો હતો.

sports news sports football lionel messi argentina