PKL:ગુજરાતની હોમગ્રાઉન્ડની પ્રથમ મેચમાં મલ્હારે ગાયું રાષ્ટ્રગીત

11 August, 2019 10:43 AM IST  |  અમદાવાદ

PKL:ગુજરાતની હોમગ્રાઉન્ડની પ્રથમ મેચમાં મલ્હારે ગાયું રાષ્ટ્રગીત

મલ્હાર ઠાકર (File Photo)

હાલ પ્રો કબડ્ડી લીગ ચાલી રહી છે. પ્રો કબડ્ડી લીગની મેચ આ સપ્તાહમાં ગુજરાતમાં શરૂ થઈ છે. અમદાવાદના કાંકરિયામાં આવેલા ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડિયામાં કબડ્ડીની લીગ ચાલી રહી છે. ત્યારે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટે શનિવારે હોમગ્રાઉન્ડ પર પહેલી મેચ રમી. 10 ઓગસ્ટથી અમદાવાદમાં પ્રો કબડ્ડી લીગની શરૂઆત થઈ ગઇ છે. જેમાં પહેલા દિવસે પહેલી મેચમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની મેચ તમીલ ટીમ સામે હતી.

ત્યારે ટ્રાન્સ સ્ટેડિયામાં ગુજરાતની મેચ પહેલા અદભૂત નજારો સર્જાયો હતો. ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની મેચ પહેલા ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકરે રાષ્ટ્ર ગીત જન, ગણ, મન ગાઈને મેચની શરૂઆત કરાવી હતી. તો 2017માં અમદાવાદમાં બોલીવુડ સ્ટાર આયુષ્માન ખુરાનાએ રાષ્ટ્ર ગીત ગાઈને ગુજરાતની મેચની શરૂઆત કરાવી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રો કબડ્ડી લીગમાં દરેક મેચ પહેલા રાષ્ટ્ર ગીત ગાવામાં આવે છે. અને આ માટે જુદા જુદા સેલેબ્સને આમંત્રણ આપવામાં આવે છે. ત્યારે આ વખતે ગુજરાતની મેચ પહેલા લોકલ બોય મલ્હાર ઠાકરને આ તક મળી હતી. ગત સિઝનમાં અમદાવાદમાં મલ્હાર ઠાકરે રાષ્ટ્રગાન ગાઈને મેચની શરૂઆત કરાવી હતી. 2019ની પ્રો કબડ્ડી લીગની શરૂઆત વિરાટ કોહલીએ રાષ્ટ્ર ગીત ગાઈને કરાવી હતી.

આ પણ જુોઃ શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

પોઈન્ટ ટેબલની વાત કરીએ તો હાલ ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા નંબરે છે. જ્યારે દબંગ દિલ્હી પહેલા અને જયપુર પિંક પેન્થર્સ બીજા નંબરે છે. ગુજરાત ફોર્ચ્યુન જાયનટ્સ 6 મેચમાં 17 પોઈન્ટ સાથે સાતમા નંબરે છે. ગુજરાતની ટીમ 6માંથી 3 મેચ જીતી છે, અને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે સેમીફાઈનલમાં પહોંચવા માટે ગુજરાતની ટીમે વધુ મહેનત કરવી પડશે. જો કે ગુજરાતની ટીમને હોમગ્રાઉન્ડનો ફાયદો મળી શકે છે.

Malhar Thakar kabaddi news pro kabaddi league ahmedabad