વિરાટ કોહલીના આ હમશકલને જોઈને તમે રહી જશો દંગ, જરા અસલીને ઓળખી તો બતાવો

20 July, 2019 03:00 PM IST  |  મુંબઈ

વિરાટ કોહલીના આ હમશકલને જોઈને તમે રહી જશો દંગ, જરા અસલીને ઓળખી તો બતાવો

વિરાટ કોહલીના આ હમશકલને જોઈને તમે રહી જશો દંગ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ભારતીય યુવાનો માટે આઈકન બની ગયા છે. એટલું જ નહીં તેઓ આખા દેશમાં સ્ટાઈલ આઈકન તરીકે પણ જોવા મળી રહ્યા છે. તેમની મીડિયા ઉપસ્થિતિ આ સમય સર્વકાલિક ઉચ્ચ સ્તર પર છે અને તેમને અનેક જાહેરાતોમાં જોવા મળી ચુક્યા છે. 30 વર્ષના વિરાટ કોહલી હંમેશા જ ક્રિકેટના મેદાનમાં પોતાના શાનદાર પ્રદર્શનના કારણે ખબરોમાં બનતા રહે છે, પરંતુ આ વખતે તેઓ એક અલગ કારણથી ચર્ચામાં આવ્યા છે.

વિરાટનો હમશકલ(તસવીરઃ ટ્વિટર)

વિરાટ કોહલીના એક હમશકલે મોબાઈલ એપ ટિકટૉકના માધ્યમથી તોફાન મચાવીને રાખ્યું છે. વિરાટના હમશકલનું નામ ગૌરવ અરોરા છે અને તેઓ બિલકુલ તેમની જેવા જ દેખાય છે. ગૌરવનું ફેસ કટ, આંખો અને દાઢી બિલકુલ વિરાટ જેવા જ છે. ગૌરવ ટિકટૉક પર જે પણ વીડિયો બનાવે છે. મોટાભાગના વીડિયોમાં તેઓ વિરાટની નકલ કરે છે. તેમની પ્રોફાઈલ પર ચાર મિલિયન ફોલોઅર્સ અને 32.9 મિલિયન લાઈક્સ છે. લોકો તો તેમને જોઈને હેરાન રહી જાય છે કે વિરાટ છે કે બીજું કોઈ.


મહત્વનું છે કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી માટે હવે આગામી પડકાર વેસ્ટઈંડીઝનો પ્રવાસ છે. એ ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે વેસ્ટઈંડિઝમાં તે ન પણ રમે. વિશ્વ કપમાં ન્યૂઝીલેન્ડની સામે ટીમ ઈઁડિયાની હાર બાદ અનેક વાતો સામે આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે વિરાટ અને રોહિતમાં ફૂટ છે અને ટીમ ઈન્ડિયા બે ભાગોમાં વહેંચાઈ શકી છે.

આ પણ જુઓઃ ત્યારે અને અત્યારેઃ જુઓ કેવા લાગે છે અંબાણી પરિવારના સભ્યો

virat kohli cricket news