WTC 2023-2025માં યશસ્વી જાયસવાલે સૌથી વધુ ફોર-સિક્સ અને ફિફ્ટી ફટકારી

16 June, 2025 08:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૩-’૨૫ની આ સીઝન દરમ્યાન વિરાટ કોહલી, રોહિત શર્મા, આર. અશ્વિન, જેમ્સ ઍન્ડરસન, સ્ટુઅર્ટ બ્રૉડ, ડેવિડ વૉર્નર અને ટિમ સાઉધી જેવા સ્ટાર ક્રિકેટર્સની વિદાય થઈ.

લૉર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડની આઇકૉનિક બાલ્કનીમાં ફોટો પડાવ્યો WTC ચૅમ્પિયન ટીમ સાઉથ આફ્રિકાએ.

પહેલી બે સીઝનની જેમ ન્યુ ઝીલૅન્ડ (વર્ષ ૨૦૨૧) અને ઑસ્ટ્રેલિયા (વર્ષ ૨૦૨૩) બાદ ત્રીજી સીઝનમાં પણ સાઉથ આફ્રિકા (વર્ષ ૨૦૨૫) રૂપે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ને નવો ચૅમ્પિયન મળ્યો. ૨૦૨૩-’૨૫ની આ સીઝન દરમ્યાન વિરાટ કોહલી, રોહિત શર્મા, આર. અશ્વિન, જેમ્સ ઍન્ડરસન, સ્ટુઅર્ટ બ્રૉડ, ડેવિડ વૉર્નર અને ટિમ સાઉધી જેવા સ્ટાર ક્રિકેટર્સની વિદાય થઈ.

આ સીઝનમાં બંગલાદેશે પહેલી વાર પાકિસ્તાનને ટેસ્ટ-સિરીઝમાં હરાવ્યું, ભારત વર્ષ ૨૦૧૨ બાદ પહેલી વાર ઘરેલુ મેદાન પર ટેસ્ટ-સિરીઝ હાર્યું અને સાઉથ આફ્રિકાએ ૨૧મી સદીમાં પહેલી વાર ICC ટ્રોફી પણ જીતી. ક્રિકેટના પરંપરાગત ફૉર્મેટની આ ટુર્નામેન્ટને કેટલાક ક્રિકેટર્સે પોતાના શાનદાર પ્રદર્શનથી રોમાંચક બનાવી દીધી હતી.

WTCની ત્રીજી સીઝનના રસપ્રદ આંકડા

સૌથી વધુ રન : જો રૂટ (૧૯૬૮ રન)

સૌથી વધુ વિકેટ : પૅટ કમિન્સ (૮૦ વિકેટ)

સૌથી વધુ કૅચ : સ્ટીવ સ્મિથ (૪૩)

સૌથી વધુ શિકાર (વિકેટકીપર) : ઍલેક્સ કૅરી (૯૮ આઉટ)

સૌથી વધુ ફોર : યશસ્વી જાયસવાલ (૨૦૭)

સૌથી વધુ સિક્સ : યશસ્વી જાયસવાલ (૩૯)

સૌથી વધુ પાંચ વિકેટ : પૅટ કમિન્સ (૬)

સૌથી વધુ સેન્ચુરી : જો રૂટ (૭)

સૌથી વધુ ફિફ્ટી : જો રૂટ, યશસ્વી જાયસવાલ (૧૪)

સૌથી વધુ ઝીરો : જસપ્રીત બુમરાહ (૧૦ વાર)

એક સિરીઝમાં સૌથી વધુ રન : યશસ્વી જાયસવાલ - ૭૧૨ (ભારતની ઇંગ્લૅન્ડ ટૂર ૨૦૨૪)

એક સિરીઝમાં સૌથી વધુ વિકેટ : જસપ્રીત બુમરાહ - ૩૨  (ઑસ્ટ્રેલિયા ટૂર ૨૦૨૪-’૨૫)

એક સિરીઝમાં ફીલ્ડર દ્વારા સૌથી વધુ કૅચ : સ્ટીવ સ્મિથ - ૧૨  (ભારત સામે ૨૦૨૪-’૨૫)

એક ઇનિંગ્સનો હાઇએસ્ટ સ્કોર : ૮૨૩/૭ (ઇંગ્લૅન્ડ દ્વારા પાકિસ્તાન સામે ૨૦૨૪)

એક ઇનિંગ્સનો લોએસ્ટ કુલ સ્કોર : ૪૨  (શ્રીલંકા દ્વારા સાઉથ આફ્રિકા સામે ૨૦૨૪)

world test championship australia south africa new zealand cricket news sports news sports international cricket council