14 June, 2025 07:22 AM IST | London | Gujarati Mid-day Correspondent
સિક્સર બવુમાએ ફટકારી, બાઉન્ડરી પાસેના સ્ટૅન્ડમાં કમિન્સના હમશકલે પકડ્યો કૅચ
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પહેલી સિક્સર ૫૪૭ બૉલ એટલે કે ઑલમોસ્ટ ૯૧ ઓવર પછી જોવા મળી હતી. સાઉથ આફ્રિકન કૅપ્ટન ટેમ્બા બવુમાએ ૩૫મી ઓવરમાં ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સની ઓવરમાં સ્ક્વેર લેગ પર આ સિક્સ ફટકારી હતી. બાઉન્ડરી પાસેના સ્ટૅન્ડમાં પૅટ કમિન્સ જેવા દેખાતા યુવા દર્શકે આ બૉલ કૅચ કરીને હાથ ઊંચા કરીને ઉજવણી કરી હતી. ફાઇનલ મૅચની આ શાનદાર ક્ષણનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.
મુંબઈનો ક્રિકેટર સરફરાઝ ખાન WTC ફાઇનલ જોવા પહોંચ્યો
ઇન્ડિયા-A સાથે ઇંગ્લૅન્ડ-ટૂર પર ગયેલો મુંબઈનો ક્રિકેટર સરફરાઝ ખાન પપ્પા નૌશાદ ખાન સાથે WTC ફાઇનલનો આનંદ માણવા લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પહોંચ્યો હતો.