વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલનું જો અને તો

17 February, 2021 10:43 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલનું જો અને તો

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલની રેસ ખૂબ રસપ્રદ બની રહી છે અને દરેક ટેસ્ટ મૅચ બાદ બદલાવ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે જીત સાથે ભારત ચોથા નંબરેથી જમ્પ મારીને બીજા ક્રમાંકે પહોંચી ગયું છે. ઇંગ્લૅન્ડ પહેલા નંબરેથી ચોથા નંબરે ગબડી પડ્યું છે. ન્યુ ઝીલૅન્ડ પહેલા નંબરે પહોંચી ગયું છે અને એ અગાઉથી જ ક્વૉલિફાય કરી ચૂક્યું છે. બીજા ફાઇનલિસ્ટની રેસ માટે ભારત, ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા એમ ત્રણ-ત્રણ દાવેદાર છે. ભારતે ફાઇનલમાં પહોંચવા માટે બાકીની બે મૅચમાંથી એક જીતવી જ પડશે અને એક ડ્રૉ કરાવવી પડશે, જ્યારે ઇંગ્લૅન્ડે ફાઇનલમાં પહોંચવા માટે હવે પછીની બન્ને ટેસ્ટ જીતવી જરૂરી છે.

જો ભારત બાકીની બન્ને ટેસ્ટ જીતી જાય અથવા એક જીતે અને એક ડ્રૉ થાય તો ભારત ફાઇનલમાં

જો ઇંગ્લૅન્ડ બાકીની બન્ને ટેસ્ટ જીતી જાય તો ઇંગ્લૅન્ડ ફાઇનલમાં

જો બન્ને ટેસ્ટ ડ્રૉ રહે અથવા બન્ને ટીમ એક-એક ટેસ્ટ જીતે તો ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં

 

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપનું પૉઇન્ટ-ટેબલ

ટીમ  જીત  હાર   ડ્રૉ    પૉઇન્ટ      જીતની ટકાવારી

ન્યુ ઝીલૅન્ડ ૭    ૪    ૦    ૪૨૦ ૭૦.૦

ભારત      ૧૦   ૪    ૧    ૪૬૦ ૬૯.૭

ઑસ્ટ્રેલિયા  ૮    ૪    ૨    ૩૩૨ ૬૯.૨

ઇંગ્લૅન્ડ     ૧૨   ૫    ૩    ૪૪૨ ૬૭.૦

પાકિસ્તાન  ૪    ૫    ૩    ૨૮૬ ૪૩.૪

 

પહેલી ટેસ્ટમાં પાંચ કે એથી વધુ વિકેટ લેનાર ભારતીયો

બોલર      પર્ફોર્મન્સ   વિરુદ્ધ વર્ષ

વામન કુમાર     ૫/૬૪      પાકિસ્તાન  ૧૯૬૦-’૬૧

દિલીપ દોશી     ૬/૧૦૩    ઑસ્ટ્રેલિયા  ૧૯૭૯-’૮૦

નરેન્દ્ર હિરવાણી   ૮/૬૧      વેસ્ટ ઇન્ડીઝ      ૧૯૮૭-’૮૮

નરેન્દ્ર હિરવાણી   ૮/૭૫      વેસ્ટ ઇન્ડીઝ      ૧૯૮૭-’૮૮

અમિત મિશ્રા      ૫/૭૧      ઑસ્ટ્રેલિયા  ૨૦૦૮-’૦૯

રવિચંદ્રન અશ્વિન  ૬/૪૭      વેસ્ટ ઇન્ડીઝ      ૨૦૧૧-’૧૨

અક્ષર પટેલ      ૫/૬૦      ઇંગ્લૅન્ડ     ૨૦૨૦-’૨૧

sports sports news cricket news test cricket india england australia