વર્લ્ડ કપ 2019ના ફાઈનલ ઑવરથ્રોની થશે સમીક્ષા, MCCનો મોટો નિર્ણય

13 August, 2019 12:35 PM IST  |  મેલબર્ન

વર્લ્ડ કપ 2019ના ફાઈનલ ઑવરથ્રોની થશે સમીક્ષા, MCCનો મોટો નિર્ણય

વર્લ્ડ કપ 2019ના ફાઈનલ ઑવરથ્રોની થશે સમીક્ષા

મેરિલબોન ક્રિકેટ ક્લબે એલાન કર્યું છે કે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લંડનના લૉર્ડ્સમાં રમવામાં આવેલા વર્લ્ડ કપના ફાઈનલના ઓવરથ્રોની સમીક્ષા કરશે. ક્રિકેટના નિયમ બનાવતી સંસ્થા MCC આ વર્ષે સપ્ટેમ્બરમાં વર્લ્ડ કપની 12મી સિઝનના ફાઈનલમાં માર્ટિન ગપ્ટિલના થ્રો પર બેન સ્ટોક્સને આપવામાં આવેલા 6 રનની સમીક્ષા કરશે.

MCCએ એક આધિકારીક નિવેદનમાં કહ્યું છે કે, "વર્લ્ડ ક્રિકેટ કમિટીએ વર્લ્ડ કપના ફાઈનલના ઑવર થ્રો વિશે 19.8 નિયમ વિશે વાત કરી છે. WCCનું માનવું છે કે આ નિયમ સ્પષ્ટ છે, પરંતુ તેની સમીક્ષા થવી જોઈએ." મહત્વનું છે કે 14 જુલાઈએ લૉર્ડ્સમાં રમવામાં આવેલા વર્લ્ડ કપના ફાઈનલમાં ઈંગ્લેન્ડને બાઉન્ડ્રી કાઉન્ટના આધાર પર જીત મળી હતી.

ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને ફાઈનલમાં હરાવ્યું હતું. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલા વર્લ્ડ કપ 2019ના ફાઈલનમાં 50-50 ઓવરનો મેચ થયો. પછી સુપર ઑવર પણ ટાઈ થઈ ગઈ. જે બાદ પરિણામ બાઉન્ડ્રી પરથી નક્કી કરવામાં આવ્યું હતું.

મેચમાં થયું હતું એવું કે જ્યારે ઈંગ્લેન્ડની ટીમને જીત માટે  3 બૉલમાં 9 રન જોઈતા હતા, ત્યારે બેન સ્ટોક્સે બૉલને મિડ વિકેટ પર રમ્યો હતો, જ્યાંથી માર્ટિન ગપ્ટિલે થ્રો કર્યો તો બૉલ બીજો રન લઈ રહેલા બેન સ્ટોક્સના બેટને અડીને બાઉન્ડ્રીને પાર જતી રહી.

આ પણ જુઓઃ Vyoma Nandi: આ ગુજરાતણની ઢોલીવુડથી લઈ ટોલીવૂડ સુધી છે બોલબાલા

ઘટના બાદ ફીલ્ડ અમ્પાયર કુમાર ધર્મસેનાએ સાથી અમ્પાયર સાથે વાત કરીને ઈંગ્લેન્ડની ટીમને 6 રન આપ્યા હતા. બાદમાં બેન સ્ટોક્સે છેલ્લા બૉલ પર મેચને ટાઈ કરાવી હતી. આ નિર્ણય પર અનેક સવાલો ઉઠ્યા હતા.

england new zealand cricket news