ICC નું ફરમાન, ધોનીને હટાવવું પડશે ગ્લલવ્ઝમાંથી સેનાનું સન્માન !

06 June, 2019 08:54 PM IST  | 

ICC નું ફરમાન, ધોનીને હટાવવું પડશે ગ્લલવ્ઝમાંથી સેનાનું સન્માન !

ધોનીના ગ્લવ્ઝ પર બલિદાન બેચ

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વર્તમાન ટીમના વિકેટકિપર મહેન્દ્ર સિંહ ધોનીને આઈસીસી તરફથી ઝાટકો લાગ્યો છે. આઈસીસીએ ધોનીને ફરમાન ફટકાર્યું છે કે, તેમના ગ્લબ્ઝ પર બલિદાન બેચ હટાવવુ પડશે. ધોનીએ સેનાને સન્માન માટે બલિદાન બેચ વાળા સ્પેશિયલ ગ્લબ્ઝ પહેર્યા હતા જેના કારણે તે ચર્ચામાં આવ્યો હતો. સાઉથ આફ્રિકા સામે 40મી ઓવરમાં જ્યારે ધોની ફેહલુક્વાયોને સ્ટંમ્પ આઉટ કરી રહ્યા હતા ત્યારે આ બેચ કેમેરામાં કેદ થયો હતો.

જાણો, ધોનીના ગ્લબ્ઝ પરના ખાસ નિશાન વિશે

આ એક એવું નિશાન છે જે કોઈ સામાન્ય રીતે ઉપયોગ કરી શકે નહી તેવુ નિશાન ધોનીના ગ્લબ્ઝ પર હતું. વાત કરીએ આ બેચની તો આ બેચને 'બલિદાન બેચ' કહેવામાં આવે છે. આ બેચનો ઉપયોગ પેરા કમાન્ડો કરી શકે છે એ પણ પેરા કમાન્ડોની ખાસ રેજિમેન્ટના કમાન્ડો. દરેક રેજિમેન્ટની તેની વિશેષતા પ્રમાણે ખાસ બેચ હોય છે.

આ પણ વાંચો: world cup 2019: ધોનીના ગ્લબ્ઝ પર જોવા મળ્યુ ખાસ નિશાન

ધોનીને 2011માં લેફ્ટનન્ટ કર્નલનો રેન્ક મળ્યો હતો

ધોની હમેશા સેના માટે તેમનું સન્માન દર્શાવતા આવ્યા છે. ધોનીને 2011માં લેફ્ટનન્ટ કર્નલની રેન્ક આપવામાં આવ્યો હતો. ધોનીએ પેરા ટ્રૂપરની સફળ ટ્રેનિંગ કરી હતી. ધોની 2015માં સફળ ટ્રેનિંગ બાદ ટ્રેન્ડ પેરાટ્રૂપર બન્યા હતા જેના કારણે ધોની આ બેચનો ઉપયોગ કરી શકે છે અને આ બેચ વાપરવાની યોગ્યતા ધરાવે છે. પેરાટ્રૂપરની ટ્રેનિંગ દરમિયાન ધોનીએ 1,250 ડાઈવ પણ લગાવી હતી અને માત્ર દોઢ મિનિટની અંદર જમીન પર લેન્ડ કર્યું હતું.

જો કે હાલ ધોનીને ICC તરફથી કહેવામાં આવ્યું છે કે તેમના ગ્લબ્ઝ પરથી આ બેચ હટાવવો પડશે. હાલ તેને લઈને કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નથી અને કોઈ કારણ પણ આપવામાં આવ્યું નથી. 

ms dhoni cricket news gujarati mid-day world cup 2019