આ વર્ષે આઇપીએલમાં નહીં રમું : સ્ટોક્સ

13 May, 2021 03:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે જણાવ્યું કે આંગળીની ઈજામાંથી તો ૯ સપ્તાહમાં સાજો થઈ જઈશ, પરંતુ આ વર્ષે મોકૂફ રહેલી આઇપીએલમાં નહીં રમી શકું

બેન સ્ટોક્સ

ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે જણાવ્યું કે આંગળીની ઈજામાંથી તો ૯ સપ્તાહમાં સાજો થઈ જઈશ, પરંતુ આ વર્ષે મોકૂફ રહેલી આઇપીએલમાં નહીં રમી શકું. રાજસ્થાનની ટીમ તરફથી રમતો સ્ટોક્સ પહેલી જ મૅચમાં ઈજાગ્રસ્ત થતાં ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગયો હતો. ‘ડેઇલી મિરર’માં પોતાની કૉલમમાં સ્ટોક્સે કહ્યું કે આ ટુર્નામેન્ટ ફરી ક્યારે રમાશે એની મને ખબર નથી, પરંતુ ઇંગ્લૅન્ડના ખેલાડીઓ માટે રમવાનું મુશ્કેલ છે. આ વર્ષ પછી આગામી સીઝનમાં રમીશ. સ્ટોક્સ છેલ્લી ત્રણ સીઝનથી રાજસ્થાન તરફથી રમી રહ્યો છે. જોકે ભારતમાં કોરોનાની સ્થિતિથી પણ માહિતગાર છે. તેણે કહ્યું હતું કે ટીમમાંથી વહેલો બહાર થઈ ગયો એનું દુ:ખ છે, પરંતુ ભારતમાં પણ બહુ ખરાબ સમય ચાલી રહ્યો છે. કોરોનાને કારણે ટુર્નામેન્ટને મોકૂફ રાખવાની ફરજ પડી છે.’  

ben stokes ipl 2021 cricket news sports sports news