વેસ્ટ ઇન્ડીઝ-ઑસ્ટ્રેલિયાની સિરીઝમાં કોરોનાની એન્ટ્રી, બીજી વન-ડે રદ થઈ

24 July, 2021 02:55 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સિરીઝ વચ્ચે કોરોનાનો કેસ આવતાં હવે સિરીઝ રદ થાય એવી શક્યતા વધી ગઈ છે

ફાઈલ તસવીર

વેસ્ટ ઇન્ડીઝ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બીજી વન-ડે મૅચ શરૂ થવાની કેટલીક મિનિટ પહેલાં જ રદ કરવામાં આવી હતી, કારણ કે વેસ્ટ ઇન્ડીઝની ટીમના સ્ટાફની એક વ્યક્તિનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. સિરીઝ વચ્ચે કોરોનાનો કેસ આવતાં હવે સિરીઝ રદ થાય એવી શક્યતા વધી ગઈ છે. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે કહ્યું કે બન્ને ટીમના તમામ સભ્યો, મૅચ અધિકારી અને ટીવી ક્રૂ પોતપોતાની હોટેલ-રૂમમાં આઇસોલેશનમાં રહેશે. મૅચ રમાડવાનો નિર્ણય એ બધાની ટેસ્ટ બાદ લેવામાં આવશે.

ટી૨૦ સિરીઝ હાર્યા બાદ ઑસ્ટ્રેલિયાએ ૨૦ જુલાઈએ રમાયેલી પહેલી વન-ડેમાં વેસ્ટ ઇન્ડીઝને ૧૩૩ રનથી હરાવ્યું હતું. 

sports sports news cricket news west indies australia