ચાહકોની ડિમાન્ડ પર મેદાનની વચ્ચે કોહલીએ કર્યો ડાન્સ, જુઓ વીડિયો

07 December, 2021 06:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય ક્રિકેટ ટીમે મુંબઇ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને 372 રન્સથી હરાવીને 1-0થી સીરિઝ પોતાને નામે કરી લીધી છે. મેચ દરમિયાન વાનખેડે મેદના પર વિરાટ કોહલીએ દર્શકોની ડિમાન્ડ પર ડાન્સ કર્યો. તેનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઇમાં રમાતી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાએ કીવિઓને 372 રન્સથી હરાવીને ઐતિહાસિક જીત હાંસલ કરી છે. બન્ને દેશો વચ્ચે રમવામાં આવેલી આ ટેસ્ટ સીરિઝને ભારત 1-0થી જીતવામાં સફળ નીવડ્યું. આ પહેલા કાનપુરમાં રમાયેલ ટેસ્ટ મેચ ડ્રૉ ગઈ હતી. ટીમ ઇનિડિયાને મુંબઇ ટેસ્ટ જીતાડવામાં જયંત યાદવ અને આર અશ્વિને મહત્વની ભૂમિકા ભજવી. આ બન્ને બૉલર્સે ન્યૂઝીલેન્ડની બીજી ઇનિંગમાં 4-4 વિકેટ્સ લીધી. મુંબઇ ટેસ્ટ જીત્યા પછી ભારતે પોતાની જમીન પર ત્રણ દાયકાથી પણ વધારે સમયથી કીવિઓ વિરુદ્ધ સીરિઝ જીતવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો છે. ટેસ્ટ મેચ દરમિયાન મેદાન પર એક રસપ્રદ ઘટના જોવા મળી જ્યારે વિરાટ કોહલીએ ફેન્સ ડિમાન્ડ પર મેદાનની વચ્ચે ડાન્સ કર્યો.

ચાહકોની ડિમાન્ડ પર કોહલીએ કર્યો ડાન્સ
ટેસ્ટ મેચના ચોથા દિવસે જ્યારે ન્યૂઝીલેન્ડ ટીમની બીજી ઇનિંગમાં બેટિંગ કરતી હતી એ દરમિયાન કૅપ્ટન વિરાટ કોહલી ડાન્સ કરતો જોવા મળ્યો. કોહલીએ આ ડાન્સ સ્ટેન્ડમાં હાજર ક્રિકેટ ફેન્સની ડિમાન્ડ પર કર્યો. કિંગ કોહલી અનિલ કપૂર અને જૅકી શ્રૉફની ફિલ્મ રામ લખનના ગીત વન ટૂ કા ફોર ઔર ફોર ટૂ કા વન પર ડાન્સ કરતો જોવા મળ્યો. ક્રિકેટના મેદાન પર પહેલી વાર નથી જ્યારે વિરાટે ડાન્સ કર્યો હોય ટીમ ઇન્ડિયાના કૅપ્ટન આ પહેલા પણ અનેક વાર ઑન ફીલ્ડ ડાન્સ કરતો દેખાયો છે. 

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર થશે ટીમ ઇન્ડિયાની પરીક્ષા
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ અને ટી-20 સીરિઝ જીત્યા પછી ટીમ ઇન્ડિયાની આશાઓ અમર છે. પણ ભારતની આ સફળતાની ખરી કસોટી આગામી દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર થશે. ટીમ ઇન્ડિયા અત્યાર સુધી સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ જીતવામાં નિષ્ફળ રહી છે. ટીમ ઇન્ડિયા આ મહિને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે રવાના થશે. જ્યાં બન્ને દેશો વચ્ચે 26 ડિસેમ્બરથી બૉક્સિંગ ડે ટેસ્ટ રમાશે. ભારત આ પ્રવાસ દરમિયાન ત્રણ ટેસ્ટ અને ત્રણ વનડે મેચ રમશે. 

cricket news sports sports news virat kohli