પ્લીઝ, વેસ્ટ ઇન્ડીઝ વતી રમો એવી કંઈ આજીજી અમે ખેલાડીઓને ન કરીએ : કોચ ફિલ સિમન્સ

11 August, 2022 03:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટી૨૦ વર્લ્ડ કપ માંડ બે મહિના દૂર છે એટલે વેસ્ટ ઇન્ડીઝના કોચ સિમન્સ ચિંતામાં છે

ફિલ સિમન્સ

વેસ્ટ ઇન્ડીઝ વતી રમવા માટે ઘણી વાર ખેલાડીઓ ઉપલબ્ધ જ નથી હોતા એવી નારાજગી બતાવીને કૅરિબિયન ક્રિકેટ ટીમના ચીફ કોચ ફિલ સિમન્સે કહ્યું છે કે ‘પ્લીઝ, વેસ્ટ ઇન્ડીઝ વતી રમવા આવો એવી અમે ખેલાડીઓને કંઈ આજીજી ન કરી શકીએ.’

વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ વિશ્વના અનેક દેશોમાં સમયાંતરે શરૂ થતી રહેતી ટી૨૦ લીગમાં રમતા હોવાથી વેસ્ટ ઇન્ડીઝ વતી રમવાનું ટાળતા હોય છે. આન્દ્રે રસેલ ઘણા સમયથી વેસ્ટ ઇન્ડીઝ વતી નથી રમ્યો અને સુનીલ નારાયણ કેમ ઉપલબ્ધ નથી રહેતો એ રહસ્ય છે. એવિન લુઇસ અને ઑશેન થૉમસ ફિટનેસ ટેસ્ટ માટે આગળ નથી આવ્યા.

ટી૨૦ વર્લ્ડ કપ માંડ બે મહિના દૂર છે એટલે વેસ્ટ ઇન્ડીઝના કોચ સિમન્સ ચિંતામાં છે. સિમન્સે કહ્યું, ‘હું તો ઇચ્છું છું કે હાલના બધા ઇન્ટરનૅશનલ ખેલાડીઓ વેસ્ટ ઇન્ડીઝ વતી રમવા માટે ઉપલબ્ધ રહે. જોકે એમાંના ઘણા ખેલાડીઓ વેસ્ટ ઇન્ડીઝને બદલે ટી૨૦ લીગ માટે રમવાનું પસંદ કરતા હોવાથી અમારે જે કોઈ ઉપલબ્ધ હોય એમાંથી સ્ક્વૉડ પસંદ કરવી પડે છે.’

sports sports news cricket news west indies andre russell sunil narine