શાર્દુલ ઠાકુરની કમાલને લીધે સુપર ઓવરમાં ગયેલી ટી20 ભારત જીત્યું

01 February, 2020 11:10 AM IST  |  Wellington

શાર્દુલ ઠાકુરની કમાલને લીધે સુપર ઓવરમાં ગયેલી ટી20 ભારત જીત્યું

ટીમ ઈન્ડિયા

ન્યુ ઝીલૅન્ડ સામેની ચોથી ટેસ્ટમાં પણ મૅચ સુપરઓવરમાં પહોંચી ગઈ હતી અને એમાં પણ ઇન્ડિયાનો વિજય થયો હતો. પાંચ ટી૨૦ની સિરીઝમાં ચોથી મૅચ જીતીને ઇન્ડિયાએ ૪-૦ની લીડ લીધી છે. ત્રીજી મૅચમાં મોહમ્મદ શમીએ બોલિંગનો પરચો દેખાડ્યો હતો અને ગઈ કાલની મૅચમાં શાર્દુલનો જયજયકાર થયો હતો. છેલ્લી ઓવરમાં ફક્ત ૭ રન જોઈતા હતા અને શાર્દુલે બે વિકેટ ઝડપી લીધી હતી અને બે રનઆઉટ સાથે મૅચને ડ્રૉ કરાવવામાં સફળતા મેળવી હતી.

ન્યુ ઝીલૅન્ડે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું હતું. બૅટિંગ કરવા ઊતરેલી ઇન્ડિયાએ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૬૫ રન કર્યા હતા. ઓપનિંગ કરવા ઊતરેલો સંજુ સૅમસન જલદી પૅવવિલિયનભેગો થયો હતો. ત્યાર બાદ વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને શિવમ દુબે પણ સસ્તામાં આઉટ થયા હતા. કે. એલ. રાહુલે ૩૯ અને મનીષ પાંડેએ નૉટઆઉટ ફિફટી મારી હતી. ન્યુ ઝીલૅન્ડના ઈશ શોઢીને ત્રણ વિકેટ અને હૅમિશ બેનેટને બે વિકેટ મળી હતી.

કેન વિલિયમસન વિના રમવા ઊતરેલી ન્યુ ઝીલૅન્ડની ટીમમાં ઓપનર માર્ટિન ગપ્ટીલ પણ ખૂબ જલદી આઉટ થયો હતો. ત્યાર બાદ કોલિન મુનરો ૬૪ અને ટિમ સૈફર્ટે ૫૭ રન કર્યા હતા. તેમની પાર્ટનરશિપ અને ગેમ જોઈને ગેમ ઇન્ડિયાના હાથમાંથી સરી જતી હતી, પણ શાર્દુલ ઠાકુર ટીમ માટે આશીર્વાદરૂપ સાબિત થયો હતો. છેલ્લી ઓવરમાં જ્યારે ન્યુ ઝીલૅન્ડને જીતવા માટે ૭ રન જોઈતા હતા ત્યારે શાર્દુલે પહેલા, ત્રીજા, પાંચમા અને છઠ્ઠા બૉલમાં વિકેટ લીધી હતી, જેમાંથી બે રનઆઉટ હતા અને મૅચ સુપરઓવરમાં પહોંચી ગઈ હતી.

સુપરઓવરમાં ન્યુ ઝીલૅન્ડે ૧૩ રન કર્યા હતા. રાહુલ અને કોહલી બૅટિંગમાં આવ્યા હતા. પહેલા બૉલમાં સિક્સર અને બીજા બૉલમાં ફોર મારીને રાહુલ ત્રીજા બૉલમાં આઉટ થયો હતો. કોહલીએ ચોથા બૉલમાં બે રન લઈને પાંચમા બૉલે ચોગ્ગો ફટકારીને મૅચ જિતાડી હતી. છેલ્લી ટી૨૦ રવિવારે રમાશે.

હું આજે એક નવી વસ્તુ શીખ્યો છું, ગેમમાં શાંત રહેવું અને શું થઈ રહ્યું છે એને ઑબ્ઝર્વ કરવું. જો તમને તક મળે તો એને તરત ઝડપી લેવી.

અમે પહેલાં ક્યારેય સુપરઓવર નહોતા રમ્યા અને હવે બૅક-ટુ-બૅક સુપરઓવર રમીને મૅચ જીત્યા છીએ. તમે ગેમની બહાર થઈ ગયા હો અને છતાં એમાં કમબૅક કરો એ ખૂબ મહત્વનું છે. આ જ દેખાડે છે કે અમે એક ટીમ તરીકે કેવી રીતે રમીએ છીએ.

શરૂઆતમાં રાહુલ અને સંજુને સુપરઓવરમાં મોકલવાનો પ્લાન હતો. જોકે હું વધુ એક્સ્પીરિયન્સ હોવાથી મેં જાતે જ જવાનો નિર્ણય લીધો હતો, કારણ કે પ્રેશરમાં ટીમને હૅન્ડલ કરવાનું જરૂરી હતું.

- વિરાટ કોહલી, ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન

virat kohli cricket news sports news india new zealand