અમે તકનો લાભ ન લઈ શક્યા : જો રૂટ

07 March, 2021 11:30 AM IST  |  Ahmedabad | Agency

અમે તકનો લાભ ન લઈ શક્યા : જો રૂટ

જો રૂટ

ભારત સામેની અંતિમ ટેસ્ટ મૅચ ગુમાવતાંની સાથે મહેમાન ઇંગ્લૅન્ડ ટીમે સિરીઝ પણ ૧-૩થી ગુમાવી દીધી હતી. મૅચ બાદ કૅપ્ટન જો રૂટે કહ્યું કે ‘મૅચને અમારા પક્ષમાં કરવાની તક અમને ઘણી વાર મળી હતી, પણ અમે એ તકનો લાભ ન લઈ શક્યા. છેલ્લી ત્રણ મૅચમાં જેમાં અમે નબ‍ળા હતા એમાં અમારાથી સારું પ્રદર્શન કરી ભારતીય ખેલાડીઓ આગળ વધી શક્યા. આ પરિણામ ઘણું નિરાશાજનક છે, પણ એક ટીમ તરીકે અમે આગળ વધતા રહીશું. બૅન ફોક્સની વિકેટકીપિંગ અને જૅક લીચની બોલિંગથી હું ઘણો ખુશ છું.’

india england cricket news sports news ahmedabad