રેકૉર્ડવીર વિરાટના ફાસ્ટેસ્ટ ૨૨૦૦૦ રન

30 November, 2020 01:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેકૉર્ડવીર વિરાટના ફાસ્ટેસ્ટ ૨૨૦૦૦ રન

વિરાટ કોહલી

વિરાટ કોહલીએ વધુ એક રેકૉર્ડ તેના નામે કરી લીધો હતો. ગઈ કાલે ૮૯ રનની ઇનિંગ્સ દરમ્યાન ૭૮મો રન બનાવતાં તેણે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૨૨,૦૦૦ રન પૂરા કરી લીધા હતા. આ સાથે તે ઇન્ટરનૅશનલમાં સૌથી ઝડપી ૨૨,૦૦૦ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. વિરાટના નામે જ સૌથી ઝડપી ૧૦,૦૦૦, ૧૧,૦૦૦, ૧૨,૦૦૦, ૧૩,૦૦૦, ૧૪,૦૦૦, ૧૫,૦૦૦, ૧૬,૦૦૦, ૧૭,૦૦૦, ૧૮,૦૦૦, ૧૯,૦૦૦, ૨૦,૦૦૦ અને ૨૧,૦૦૦ ઇન્ટરનૅશનલ રનનો રેકૉર્ડ છે.

વિરાટના હવે ૪૧૮ ઇન્ટરનૅશનલ મૅચમાં ૨૨,૦૪૧ રન થઈ ગયા છે. વિરાટે ૮૬ ટેસ્ટમાં ૭,૨૪૦, ૨૫૦ વન-ડેમાં ૧૧,૯૭૭ અને ૮૨ ટી૨૦માં ૨૭૯૪ રન બનાવ્યા છે.

ઑસ્ટ્રેલિયા સામે ૨૦૦૦ રન

વિરાટે ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામે પણ વન-ડેમાં ૨૦૦૦ રન પૂરા કરી લીધા હતા. આવી કમાલ કરનાર તે ‍ત્રીજો ભારતીય અને ઓવરઑલ પાંચમો ખેલાડી બન્યો હતો. આ પહેલાં ડેઝમન્ડ હેન્સ, વિવિયન રિચર્ડ્સ, સચિન તેન્ડુલકર અને રોહિત શર્મા આ કમાલ કરી ચૂક્યા છે.

દસકાનો સૌથી વ્યસ્ત ક્રિકેટર છે વિરાટ કોહલી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમ્યો છે કુલ ૬૬૮ દિવસ

‘ધ ક્રિકેટ મન્થ્લી’એ જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા એક દસકામાં (૧ જાન્યુઆરી ૨૦૧૦થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધી) વિરાટ કોહલી દુનિયાનો સૌથી વ્યસ્ત ક્રિકેટર રહ્યો છે અને તે સૌથી વધારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો છે. આંકડા મુજબ વિરાટ આ દસકા દરમ્યાન કુલ ૬૬૮ દિવસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો છે જેમાં ૩૬૬ દિવસ ટેસ્ટ મૅચ, ૨૨૭ દિવસ વન-ડે અને ૭૫ દિવસ ટી૨૦ મૅચ સામેલ છે. વિરાટે ૨૦૦૮માં પોતાના ઇન્ટરનૅશનલ ક્રિકેટ કરીઅરની શરૂઆત કરી હતી.

આ યાદીમાં વિરાટ બાદ બીજા ક્રમે શ્રીલંકન પ્લેયર ઍન્જેલો મૅથ્યુઝ છે જે ૬૦૮ દિવસ ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમ્યો છે. ઍન્જેલો મૅથ્યુઝ ૩૫૨ દિવસ ટેસ્ટ મૅચ, ૧૯૬ દિવસ વન-ડે મૅચ અને ૬૦ દિવસ ટી૨૦ મૅચ રમ્યો છે. ત્રીજા અને ચોથા નંબરે અનુક્રમે ઇંગ્લૅન્ડનો સ્ટુઅર્ટ બ્રૉડ અને ન્યુ ઝીલૅન્ડનો રૉસ ટેલર છે જે અનુક્રમે ૫૯૩ દિવસ અને ૫૭૧ દિવસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૬૮ દિવસ ક્રિકેટ રમીને ઇંગ્લૅન્ડનો જો રૂટ પાંચમા ક્રમે છે.

sports sports news cricket news india virat kohli