વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે કરવા માંગે છે આ કામ, પણ નથી મળતો સમય

27 October, 2019 11:10 AM IST  |  મુંબઈ

વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે કરવા માંગે છે આ કામ, પણ નથી મળતો સમય

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સતત ક્રિકેટ રમી રહ્યા છે અને તેઓ એટલા વ્યસ્ત છે કે તેને પત્ની અનુષ્કા શર્મા સાથે લોંગ ડ્રાઈવ પર જવાનો સમય નથી મળતો. આમ તો વિરાટે તેનું કારણ પણ જણાવ્યું છે, પરંતુ હવે લાગે છે કે તેની આ ઈચ્છા પુરી થઈ જશે કારણ કે બાંગ્લાદેશની સામે ટી-20 સીરિઝ માટે તેમને આરામ આપવામાં આવ્યો છે.


વિરાટે કહ્યું કે ખૂબ જ વ્યસ્ત હોવાના કારણે અમે લોંગ ડ્રાઈવ પર નથીજઈ શકતા. જ્યારે પણ તમને સમય મળે છે તો તમે રજાઓ પર હોવ છો, તો જો હું મારા શહેરમાં મારા ઘરે હોવ તો હું લોંગ ડ્રાઈવ પર જવા માટે જગ્યા શોધીશ. જ્યારે તેને પુછવામાં આવ્યું કે તે લોંગ ડ્રાઈવ પર કોની સાથે જવા માંગશે તો તેણે અનુષ્કાનું નામ આપ્યું.

વિરાટને જ્યારે પુછવામાં આવ્યું કે તમે લોંગ ડ્રાઈવ પર ક્યા જવાનું પસંદ કરશો. તો તેણે કહ્યું કે જ્યારે તમે લોંગ ડ્રાઈવ પર જાવ છો ત્યારે તમે વિચારતા નથી કે ક્યાં જવું છે. તમે તમારી કારમાં બેસો છો અને બસ ચાલ્યા જાવ છો. તમે જ્યારે એવું લાગે કે હવે બસ બહુ થયુ ત્યારે તમે પાછા આવી જાવ છો. આવું રાત્રે જ થાય છે કારણ કે ત્યારે ટ્રાફિક ઓછો હોય છે. વિરાટે આ વાત મુંબઈમાં ઑડી એ 6ના લૉન્ચ દરમિયાન કહી.

આ પણ જુઓઃ મલ્લિકા ભટ્ટની દિવાળી પાર્ટીમાં નજર આવ્યા સિતારાઓ, જુઓ તસવીરો

તમને જણાવી દઈએ કે સતત રમી રહેલા કોહલીની બાંગ્લાદેશની સામેની ત્રણ ટી-20 મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. તે આરામ કર્યા બાદ બાંગ્લાદેશની સામે બે ટેસ્ટ મેચમાં ટીમમાં વાપસી કરશે. વિરાટની ગેરહાજરીમાં રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

virat kohli anushka sharma virat anushka