કોણ છે કોહલીનો પાર્ટનર ઇન ક્રાઇમ, ઇન્સ્ટાગ્રામ પર કહ્યું ઓળખો...

20 November, 2019 09:18 PM IST  |  Mumbai Desk

કોણ છે કોહલીનો પાર્ટનર ઇન ક્રાઇમ, ઇન્સ્ટાગ્રામ પર કહ્યું ઓળખો...

ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ પોતના ચાહકોને એક અનોખો ચેલેન્જ આપીને ચકિત કરી દીધા છે. તેણે આ ચેલેન્જ ઇન્સ્ટાગ્રામ પર આપી છે. જણાવીએ કે આ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર કોહલીની ફેન ફૉલોઇંગ 44.6 મિલિયન છે. હવે તમે સમજી શકો છો કે બેઠા બેઠા તેણે કેટલાય લોકોને આ પડકાર આપી દીધો છે. આખરે આ પડકાર છે શું?? આવો જાણીએ....

ઓળખો કોણ...
ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીએ એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તે ક્રિકેટ ગ્રાઉન્ડ પર દેખાય છે. તેનો તો ચહેરો સ્પષ્ટ દેખાય છે પણ તેના સાથી ક્રિકેટરનો ચહેરો દેખાતો નથી, હસતાં કોહલી ખૂબ જ સરસ અંદાજમાં તે ક્રિકેટરને મળતો દેખાય છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે, પાર્ટનર્સ ઇન ક્રાઇમ.... ક્રાઇમ: સ્ટીલિંગ ડબલ્સ ફ્રૉમ ફીલ્ડર્સ એટ ધ બાઉન્ડ્રી, ગેસ હૂ... જેનો અર્થ થાય છે કે અપરાધના ભાગીદારો .. ગુનો: સીમા પર ફીલ્ડરો પાસેથી ડબલ્સની ચોરી કરવી.. ઓળખો કોણ... તેનો આ પડકાર તેના ચાહકોએ સ્વીકાર કરી લીધો છે. ચાહકોએ આજ જવાબ કોહલીના મોટાભાગના ચાહકોએ તસવીરમાં દેખાતા ન હતા તે ક્રિકેટર વિશે જવાબ આપ્યો છે કે તે પૂર્વ ભારતીય ક્રિકેટ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે. તમે પણ તમારું નસીબ પારખી શકો છો કદાચ તમારો જવાબ સાચો હોય...

આ પણ વાંચો : આ ગુજરાતી અભિનેત્રી બની મોસ્ટ સ્ટાઈલિશ વૂમન, જુઓ તેની સિઝલિંગ તસવીરો...

virat kohli mahendra singh dhoni cricket news sports news sports