અમે રોહિત શર્માને વીરૂ ભાઇની જેમ જોવા માંગીએ છીએ : વિરાટ કોહલી

01 October, 2019 06:05 PM IST  |  Mumbai

અમે રોહિત શર્માને વીરૂ ભાઇની જેમ જોવા માંગીએ છીએ : વિરાટ કોહલી

વિરાટ કોહલી અને રોહિત શર્મા

Mumbai : છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયામાં ઓપનીંગને લઇને ઘણા સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને ટેસ્ટ ટીમમાં ઓપનીંગ જોડીને લઇને મોટા પ્રશ્નો છે. ત્યારે સાઉથ આફ્રિકા સામે શરૂ થનારી ટેસ્ટ સીરિઝને લઇને ભારતની ટીમ જાહેર થઇ ગઇ છે. ત્યારે ટીમના સુકાની વિરાટ કોહલીએ ઓપનીંગ ખેલાડી રોહિત શર્માને લઇને મહત્વની વાત મીડિયા સમક્ષ કરી હતી.


અમે રોહિત શર્માને પુરતો સમય આપીશું : વિરાટ કોલી
વિરાટ કોહલીએ રોહિત શર્માની અંગે કહ્યું કે, અમે તેને સમય આપવા માગીએ છીએ. એવું નથી કે જો તે 1-2 મેચમાં પ્રદર્શન ન કરે તો તેને બહાર કરવામાં આવશે. અમે તેને લય મેળવવા સમય આપીશું. જ્યારે તમે નંબર 6 અને 7 પર બેટિંગ કરતા હોવ તો ઓપનિંગ કરવામાં તકલીફ પડી શકે છે. રોહિતને પૂરે પૂરી તક આપવામાં આવશે.

આ પણ જુઓ : જાણો ક્યા માણી રોહિતે વેકેશનની મજા, જુઓ તસવીરો

વીરુ ભાઈની જેમ તે લાંબો સમય ક્રિઝ પર ઉભો રહી શકે છે
વિરાટ કોહલીએ કહ્યું કે, અમે રોહિત પાસેથી વનડે અને ટી-20 માફક બેટિંગની અપેક્ષા નથી કરતા. તેની તાકત છે કે તે ગેમને આગળ લઈને જઈ શકે છે. વીરુ ભાઈની જેમ લાંબો સમય ક્રિઝ પર ઉભો રહી શકે છે. અમે તેને વીરુ ભાઈ (Virendra Sehwag)ની જેમ જોવા માગીએ છીએ.પણ જયારે તમે સેટ થઇ જાવ છો તો વિરોધી ટીમ તમને રોકી શકતી નથી.

આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

રોહિતે ટેસ્ટમાં ડેબ્યુ સમયે પહેલી બે ટેસ્ટમાં બે સદી ફટકારી હતી
રોહિત શર્માએ 27 ટેસ્ટની 47 ઇનિંગ્સમાં 39.62ની એવરેજથી 1585 રન કર્યા છે. તેમાં 3 સદી અને 10 ફિફટીનો સમાવેશ થાય છે. 2013માં વિન્ડીઝ વિરુદ્ધ કોલકાતા ખાતે તેણે ડેબ્યુ કર્યું હતું. તેણે પ્રથમ ઇનિંગ્સમાં 177 રન માર્યા હતા. બીજી ટેસ્ટમાં મુંબઈ ખાતે 111 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. તે પછી ત્રીજી સદી ફટકારતા તેને ચાર વર્ષ થયા હતા. નાગપુરમાં શ્રીલંકા વિરુદ્ધ તેણે અણનમ 102 રન કર્યા હતા. તે પછીની પાંચ ટેસ્ટમાં તેણે એકપણ સદી મારી નથી.

cricket news sports news virat kohli rohit sharma team india board of control for cricket in india