દુબઈમાં અક્ષર પટેલને પગે પડ્યો વિરાટ કોહલી

04 March, 2025 09:06 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

બૅટિંગ સમયે તે ૬૧ બૉલમાં ૩ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૪૨ રનની ઉપયોગી ઇનિંગ્સ પણ રમ્યો હતો.

વિરાટ કોહલી, અક્ષર પટેલ

ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચ દરમ્યાન વિરાટ કોહલી સાથી પ્લેયર્સ સાથે મજાક-મશ્કરી કરતો જોવા મળ્યો હતો. ચોથી ઓવરમાં રચિન રવીન્દ્રનો શાનદાર કૅચ પકડીને ભારતીય ટીમને પહેલી વિકેટ અપાવનાર અક્ષર પટેલે ૪૧મી ઓવરમાં કેન વિલિયમસન (૮૧ રન)ની વિકેટ લઈને ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. બૅટિંગ સમયે તે ૬૧ બૉલમાં ૩ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૪૨ રનની ઉપયોગી ઇનિંગ્સ પણ રમ્યો હતો.

વાઇટ બૉલ ક્રિકેટમાં ભારત માટે ૩૧ વર્ષનો અક્ષર પટેલ સૌથી વધુ ઉપયોગી ઑલરાઉન્ડર સાબિત થઈ રહ્યો છે. તેના પ્રદર્શનને જોઈને વિરાટ કોહલી દુબઈના મેદાનમાં મૅચ દરમ્યાન અક્ષરને પગે લાગવા ઝૂક્યો હતો. જોકે અક્ષર પટેલે તેનો હાથ પકડીને તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. મેદાન પર બેસીને એકબીજા સાથે મજાક-મસ્તી કરતા આ બન્ને ક્રિકેટરનો વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો હતો.

india new zealand virat kohli axar patel viral videos dubai international cricket council cricket news sports news sports indian cricket team