કોહલીને ક્રિકેટમાંથી નાના બ્રેકની ખાસ જરૂર છેઃ રવિ શાસ્ત્રી

21 April, 2022 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિરાટ કોહલી માનસિક રીતે ખૂબ જ થાકી ગયેલો લાગી રહ્યો છે

ફાઇલ તસવીર

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રીનું એવું માનવું છે કે ‘ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી માનસિક રીતે ખૂબ જ થાકી ગયેલો લાગી રહ્યો છે એટલે તેણે થોડો સમય ક્રિકેટમાંથી બ્રેક લેવાની જરૂર છે કે જેથી તે બીજાં છથી સાત વર્ષ ભારત વતી રમી શકે.’ ૩૩ વર્ષના કોહલીની છેલ્લી ૧૦૦ મૅચમાં એક પણ સદી નથી. વર્તમાન આઇપીએલમાં બૅન્ગલોર વતી તે જે સાત મૅચ રમ્યો છે એમાં પણ તેના માત્ર બે ૪૦-પ્લસ સ્કોર્સ છે. શાસ્ત્રીએ વધુમાં કહ્યું, ‘કોહલીએ બે મહિના અથવા એક મહિનો અથવા ૧૫ દિવસનો બ્રેક ઇંગ્લૅન્ડ ખાતેના જુલાઈના પ્રવાસ પહેલાં અથવા પછી લેવો જોઈએ.’ 

sports sports news cricket news virat kohli ravi shastri