વેસ્ટઈંડીઝ સામેની ત્રીજી મેચમાં ઘાયલ થયા કોહલી, શું ટેસ્ટમાં રમી શકશે?

15 August, 2019 04:47 PM IST  |  વેસ્ટ ઈન્ડીઝ

વેસ્ટઈંડીઝ સામેની ત્રીજી મેચમાં ઘાયલ થયા કોહલી, શું ટેસ્ટમાં રમી શકશે?

વેસ્ટઈંડીઝ સામેની ત્રીજી મેચમાં ઘાયલ થયા કોહલી

ભારતે વેસ્ટઈંડીઝ સામેની ત્રીજો મુકાબલો જીતીને સીરીઝ પર કબજો કર્યો છે. મેચમાં વિરાટે સેન્ચ્યુરી મારી અને ટીમની જીતના હીરો બન્યા. ભારતીય કેપ્ટનને મેચ દરમિયાન અંગૂઠા પર ઈજા થઈ. તેના પર તેમણે મેચબાદ અપડેટ આપ્યું.

વરસાદના કારણે મેચને 35-35 ઓવરનો કરી દેવામાં આવ્યો હતો. યજમાન ટીમે દિગ્ગજ ઓપનર ક્રિસ ગેલના 72 રનની ઈનિંગના દમ પર 240 રનનો સ્કોર કર્યો. જે ટીમ ઈન્ડિયાએ વિરાટની 114 રનની પારીને લઈને 32.4 વિકેટ ગુમાવીને હાંસલ કરો.

વેસ્ટઈંડીઝને મળેલા લક્ષ્યનો પીછો કરતા સમયે 27મી ઓવરમાં કેપ્ટન કોહલીને કેમાર રોચનો ફાસ્ટ બોલના અંગૂઠામાં જઈને લાગ્યો હતો. દર્દથી પરેશાન કોહલીએ ફિઝિયોન ઉપચાર બાદ બેટિંગ ચાલુ રાખતા ટીમને જીત સુધી પહોંચાડી.

ગંભીર નથી કોહલીની ઈજા
મેચ બાદ કેપ્ટને ઈજા વિશે જણાવતા કહ્યું કે, 'મને એવું નથી લાગતું કે ફ્રેક્ચર થયું છે. જો એવું હોત તો હું બેટિંગ ન કરી શક્યો હોત. જો તે બોલ લાગવાના કારણે મારો નખ તૂટી ગયો છે.'

ટેસ્ટ સીરિઝ પહેલા થઈ જશે ફિટ
કોહલીએ વધુમાં કહ્યું કે, "એ સારી વાત છે કે ફ્રેક્ચર નથી. જે સમયે બોલ લાગ્યો ત્યારે હું સંતુલનમાં નહોતો. પણ એ તો નક્કી છે કે ફ્રેક્ચર નથી. ટેસ્ટ સીરીઝના મુકાબલા પહેલા મારે સારી સ્થિતિમાં હોવું જોઈએ."

આ પણ જુઓઃ કચ્છમાં આ જગ્યાઓ નથી જોઈ તો કાંઈ જ નથી જોયું..ફરી આવો કચ્છમાં...

ભારતીય ટીમ વેસ્ટઈંડીઝની સામે બે મેચની ટેસ્ટ સીરિઝનો પહેલો મેચ નૉર્થ સાઉન્ડમાં 22 થી 26 ઑગસ્ટ સુધી રમવાની છે.

virat kohli west indies sports news