મારું દિલ બૅન્ગલોર સાથે છે, મારો આત્મા બૅન્ગલોર સાથે છે : વિરાટ કોહલી

05 June, 2025 06:59 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

મેં દરેક સીઝનમાં એને જિતાડવાનો પ્રયાસ કર્યો છે. ક્યારેય વિચાર્યું નહોતું કે આ દિવસ આવશે. મેં મારું સર્વસ્વ આપી દીધું અને એ એક અદ્ભુત અનુભૂતિ છે.

વિરાટ કોહલી

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સાથે પહેલી સીઝનથી રમનાર વિરાટ કોહલીએ ફાઇનલ જીત્યા બાદ કહ્યું, ‘આ જીત ફૅન્સ માટે પણ એટલી જ છે જેટલી ટીમ માટે છે. ૧૮ વર્ષ થયાં છે. મેં મારી યુવાની, મારું શ્રેષ્ઠ અને મારો અનુભવ આ ટીમને આપ્યો છે. મેં દરેક સીઝનમાં એને જિતાડવાનો પ્રયાસ કર્યો છે. ક્યારેય વિચાર્યું નહોતું કે આ દિવસ આવશે. મેં મારું સર્વસ્વ આપી દીધું અને એ એક અદ્ભુત અનુભૂતિ છે.’

વિરાટે આગળ ઉમેર્યું હતું કે ‘હું આ ટીમ પ્રત્યે વફાદાર રહ્યો છું. મારી પાસે એવી ક્ષણો હતી જ્યારે મેં અલગ વિચાર્યું, પણ હું આ ટીમ સાથે રહ્યો. હું તેઓ પાછળ ઊભો રહ્યો, તેઓ મારી પાછળ ઊભા રહ્યા અને મેં હંમેશાં તેમની સાથે જીતવાનું સ્વપ્ન જોયું અને આ બીજા કોઈ સાથે જીતવા કરતાં વધુ ખાસ છે, કારણ કે મારું દિલ બૅન્ગલોર સાથે છે, મારો આત્મા બૅન્ગલોર સાથે છે. આ એ ટીમ છે જેના માટે હું IPL રમવાના છેલ્લા દિવસ સુધી રમીશ. હું એવી વ્યક્તિ છું જે મોટી ટુર્નામેન્ટ, મોટી ક્ષણો જીતવા માગે છું અને આ એક એવી તક હતી જે મને મળી નહોતી. આજે રાત્રે હું બાળકની જેમ સૂઈ જઈશ. આ જીત બૅન્ગલોર માટે છે અને એ દરેક પ્લેયર, પરિવાર અને સમગ્ર મૅનેજમેન્ટ માટે પણ છે.’

indian premier league IPL 2025 royal challengers bangalore punjab kings virat kohli cricket news sports news sports