12 October, 2019 12:15 PM IST | પુણે
સચિન-સેહવાગ
કૅપ્ટન કોહલીએ સાઉથ આફ્રિકાની ટીમનાં ‘ચારો ખાનેં ચિત્ત’ કરી દઈને પોતાના ટેસ્ટ કરીઅરની હાઇએસ્ટ સ્કોરવાળી ડબલ સેન્ચુરી ફટકારી હતી. ૨૫૪ રનની અણનમ પારી રમીને તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર અને વીરેન્દર સેહવાહના ડબલ સેન્ચુરી કરવાનો રેકૉર્ડને તોડ્યો છે. આ તેની સાતમી ડબલ સેન્ચુરી હતી.
ટેસ્ટ કરીઅરમાં સચિન અને સેહવાગે છ વખત ડબલ સેન્ચુરી મારી હતી જેને ગઈ કાલે તોડીને કોહલીએ નવો રેકૉર્ડ કર્યો હતો. જોકે વર્લ્ડના બધા પ્લેયરોને સાથે રાખીને વાત કરીએ તો કોહલી આ બાબતમાં હજી ઘણો દૂર છે. સૌથી વધારે ટેસ્ટમાં ડબલ સેન્ચુરી કરવાનો રેકૉર્ડ ઑસ્ટ્રેલિયાના ડૉન બ્રૅડમૅનના નામે છે જેમણે કુલ ૧૨ ડબલ સેન્ચુરી ફટકારી હતી.
ત્યાર બાદ કુમાર સંગકારા અને બ્રાયન લારા અનુક્રમે ૧૧ અને ૯ ડબલ સેન્ચુરી સાથે બીજા અને ત્રીજા ક્રમાંકે છે. ડબ્લ્યુઆર હમ્મોન્દ અને માહેલા જયવર્ધનેએ સાત-સાત ડબલ સેન્ચુરી કરી છે.