ટી20માં કૅપ્ટન તરીકે કોહલીના ફાસ્ટેસ્ટ 1000 રન

09 January, 2020 02:00 PM IST  |  Indore

ટી20માં કૅપ્ટન તરીકે કોહલીના ફાસ્ટેસ્ટ 1000 રન

વિરાટ કોહલી

ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી૨૦ મૅચ ઇન્ડિયાએ સાત વિકેટે પોતાના નામે કરી લીધી હતી. આ મૅચમાં વિરાટ કોહલીએ ટી૨૦ના કૅપ્ટન તરીકે ફાસ્ટેસ્ટ ૧૦૦૦ રન પૂરા કરવાનો રેકૉર્ડ બનાવ્યો છે.

વિરાટ કોહલીએ આ કીર્તિમાન ૩૦મી ટી૨૦ ઇનિંગમાં હાસિલ કર્યો હતો. ટી૨૦ના કૅપ્ટન તરીકે ૧૦૦૦ રન પૂરા કરનારા પ્લેયરોમાં કોહલી મહેન્દ્ર સિંહ ધોની બાદ બીજો ભારતીય પ્લેયર અને એકંદરે છઠ્ઠો પ્લેયર બન્યો છે. ધોનીએ ટી૨૦ના કૅપ્ટન તરીકે ૬૨ ટી૨૦માં ૧૧૧૨ રન બનાવ્યા હતા. ફૅફ ડુ પ્લેસીસે ૪૦ મૅચમાં ૧૨૭૩, કેન વિલિયમસને ૩૯ ગેમ્સમાં ૧૦૮૩, ઓઇન મોર્ગને ૪૩ ગેમ્સમાં ૧૦૧૩ અને આયરલૅન્ડના વિલિયમ પોર્ટફિલ્ડે ૫૬ ગેમ્સમાં ૧૦૦૨ રન બનાવ્યા હતા.

આ ઉપરાંત કોહલી ટી૨૦માં સૌથી વધારે રન બનાવનારા પ્લેયરોમાં રોહિત શર્માને પાછળ મૂકી આગળ નીકળી ગયો છે.

virat kohli india sri lanka cricket news sports news