મુંબઈ ઍરપોર્ટ પર ખુશખુશાલ મૂડમાં દેખાયો વિરાટ કોહલી

13 February, 2026 11:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે લંડનથી ભારત કેટલીક કમર્શિયલ ઍડના શૂટિંગ માટે આવ્યો છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ભારતનો સ્ટાર બૅટર વિરાટ કોહલી ગઈ કાલે બપોરે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો. તે લંડનથી ભારત કેટલીક કમર્શિયલ ઍડના શૂટિંગ માટે આવ્યો છે. મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટની બહાર ૩૭ વર્ષનો કિંગ કોહલી ખુશખુશાલ મૂડમાં હતો.

પોતાની કાર પાસે પહોંચીને તેણે ‘હાં ભાઈ, ફોટો કે લિએ કૌન કૌન હૈ વો આ જાઓ’ એવું કહીને ફોટોગ્રાફર્સ, ફૅન્સ, ઍૅરપોર્ટના અધિકારીઓ અને સુરક્ષા-જવાનો સાથે ફોટો પડાવ્યો હતો. તેની આસપાસના લોકોને તે સાવધાનીપૂર્વક આગળ વધવા અને સલામતીના પ્રોટોકૉલનું પાલન કરવાનું કહેતો પણ જોવા મળ્યો હતો.

virat kohli mumbai airport chhatrapati shivaji international airport london mumbai cricket news sports sports news