આખરે કેમ ઉડી છે વિરાટ કોહલીની ઉંઘ, કેમ વેકેશન પડતુ મૂકીને ફર્યો પરત

22 July, 2019 07:05 PM IST  | 

આખરે કેમ ઉડી છે વિરાટ કોહલીની ઉંઘ, કેમ વેકેશન પડતુ મૂકીને ફર્યો પરત

આખરે કેમ ઉડી છે વિરાટ કોહલીની ઉંઘ

વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં હાર પછી વિરાટ કોહલી આરામ કરવાનું ભૂલી ચૂક્યાં છે. વેસ્ટ ઈન્ડિઝ જેવા ઓછા મહત્વના પ્રવાસ માટે પણ તે તૈયાર થઈ ગયા છે. વર્લ્ડ કપ દરમિયાન 23 જૂને વિરાટ કોહલીએ BCCI પાસેથી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં રમાનારા T-20 અને વન-ડેથી આરામ માગ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે ઉત્સાહમાં આવીને વિરાટે માની લીધું હતું કે તે વર્લ્ડ કપ જીતી ચૂક્યા છે અને એડવાન્સમાં જ વેકેશન પ્લાન તૈયાર કરી લીધો હતો અને લિમિટેડ ઓવર્સમાંથી આરામની અરજી કરી હતી.

સેમી ફાઈનલમાં હાર પછી વિરાટ કોહલી સાથે સાથે ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું. વિરાટ કોહલીની કેપ્ટનશીપ સામે પણ ઘણા સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં હતાં ત્યારે વિરાટ કોહલી ફરી એકવાર પોતાને સાબિત કરવા માટે વેસ્ટ ઈન્ડિઝ મહત્વની સિરીઝ બની શકે છે જેની માટે તે વેકેશન અડધુ છોડીને પરત ફર્યા છે.

ભારતીય ટીમ માટે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ ખાસ રહેશે. વર્લ્ડ કપમાં હાર બાદ ભારતીય ટીમ માટે મનોબળ વધારવા માટે આ સિરીઝ મહત્વની રહેશે. ટીમ મેનેજમેન્ટે વિરાટ કોહલીના પરત ફરતા ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપનો ભાર આપ્યો છે. વેસ્ટ ઈન્ડિઝમાં ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં કુલ 8 મેચ રમશે. આ મેચોમાં ભારતીય ટીમે માત્ર જીત નહી મોટા અંતરથી જીત મેળવવી પડશે.

આ પણ વાંચો: એક સમયે મેચ રમવા મળતા 200 રૂપિયા હવે રમશે ભારતીય ટીમ માટે

જો વિરાટ કોહલી પરત ફર્યા ન હોત તો રોહિત શર્માને કેપ્ટનશીપનો ભાર મળત અને રોહિત શર્માને અત્યાર સુધી જેટલા મોકા મળ્યા છે તેમણે પોતાની જાતને સાબિત કરી ચૂક્યા છે અને આજ કારણ છે વર્લ્ડ કપમાં હાર પછી રોહિત શર્માને કેપ્ટન બનાવવા પર વિચાર કરવામાં આવ્યો હતો. રોહિત શર્માએ અત્યાર સુધી 10 વન-ડેમાં કેપ્ટન કરી છે જેમાં 8માં ભારતે જીત મેળવી છે. t-20માં પણ રોહિત 15 મેચ માટે કેપ્ટનશીપ કરી છે જેમાં 12 જીત મેળવી છે. વિરાટ કોહલીએ પણ ટીમ ઈન્ડિયાને 12 જીત અપાવી છે જેની માટે 22 મેચમાં રમી હતી.

sports news cricket news virat kohli gujarati mid-day