જ્યારે કોહલી બન્યો એન્કર અને ગેસ્ટ બન્યા વિવિયન રિચર્ડ્સ

22 August, 2019 10:30 PM IST  |  Mumbai

જ્યારે કોહલી બન્યો એન્કર અને ગેસ્ટ બન્યા વિવિયન રિચર્ડ્સ

Mumbai : ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે. ત્યારે પહેલી વાત સૌથી પહેલા ઉડીને સામે આવે છે એ ટીમના સુકાની વિરાટ કોહલી અને વેસ્ટ ઇન્ડિઝના પોતાના સમયના દિગ્ગજ ગણાતા વિવિયન રિચર્ડ્સ વચ્ચેની સરખામણી. ઘણીવાર વિરાટ કોહલીની આક્રમક બેટીંગની સરખામણી વિવિયન રિચર્ડ્સ સાથે કરવામાં આવતી હોય છે. પણ આ સરખામણીને લઇને જ્યારે વિરાટ કોહલીને પુછવામાં આવ્યું ત્યારે તેણે સુંદર જવાબ આપતા કહ્યું કે તે વિવિયન રિચર્ડ્સનો મોટો ચાહક છે.


વિરાટ કોહલી બન્યો એન્કર અને ગેસ્ટ બન્યા વિવિયન રિચર્ડ્સ

આવા સમયે વિરાટ કોહલીએ એન્કર બનીને વિવિયન રિચાર્ડ્સને કેટલાક રસપ્રદ ઇન્ટરવ્યૂ લીધો હતો. બીસીસીઆઇ ટીવી માટે કોહલી એન્કર બન્યો હતો અને રિચાર્ડ્સનો ઇન્ટરવ્યૂ બે ભાગમાં છે. કોહલીએ રિચાર્ડ્સ સાથે તેમની સ્ટાઇલ તથા બેટિંગ અંગે ચર્ચા કરી હતી તે પ્રથમ ભાગમાં છે.


જાણો, કોહલીએ શું સવાલો કર્યા અને વિવિયને શું જવાબ આવ્યો


વિરાટ કોહલી:

જ્યારે તમે રમતાં હતા ત્યારે કેવા પડકારનો સામનો કરતા હતા અને તમારા આત્મવિશ્વાસ પાછળનું રહસ્ય શું છે ?

વિવિયન રિચર્ડ્સ :
મને હંમેશાં લાગતું હતું કે હું આ સ્તર ઉપર ક્રિકેટ રમવા માટેનો લાયક છું. હું હંમેશાં મને સર્વશ્રેષ્ઠ તરીકે રજૂ કરવા માગતો હતો. હું આ રીતનું ઝનૂન તમારી (કોહલી) અંદર પણ જોઈ રહ્યો છું. ઘણી વખત લોકો મને જોઈને કહેતા હતા કે આ શા માટે આટલા ગુસ્સામાં છે ?


આ પણ જુઓ : અનુષ્કા શર્મા-વિરાટ કોહલીની આવી રહી છે લવ સ્ટોરી

વિરાટ કોહલી :
મારા મતે જો ઇનિંગ્સની શરૂઆતમાં જ બોલ વાગી જાય તો સારું રહે છે કારણ કે પૂરી ઇનિંગ્સ દરમિયાન તમે હંમેશાં એવું જ વિચારતા રહો કે બોલ તમને વાગી શકે છે ?



વિવિયન રિચર્ડ્સ :
તમે રમશો તો બોલ તમને વાગશે. આ રમતનો એક ભાગ છે. તમે આ ભયમાંથી કેવી રીતે અને કેટલી જલદીથી બહાર આવો છો તે બાબત ઘણી મહત્ત્વપૂર્ણ રહેતી હોય છે. પ્રથમ જ્યારે ચેસ્ટ ગાર્ડ વગેરે નહોતા ત્યારે તમને બોલ વાગે છે ત્યારે તમને રમતનો અહેસાસ થતો હોય છે. આ તમામ રમતનો એક ભાગ જ છે.


આ પણ જુઓ : વિરાટ કોહલીઃ એક પ્રેમાળ પુત્ર, વ્હાલો ભાઈ અને છે આઈડિયલ પતિ

વિરાટ કોહલી :
મેં જ્યારે પણ તમારો વીડિયો જોયો ત્યારે તમે માત્ર કેપ પહેરીને મેદાનમાં ઊતરતા હતા. તે સમયમાં હેલ્મેટ નહોતી કે શું ? હેલ્મેટ આવી ગઈ હોવા છતાં તમે શા માટે નહોતા પહેરતા ? મને ખબર છે કે તમારા સમયમાં પિચ સંપૂર્ણપણે તૈયાર નહોતી રહેતી અને બાઉન્સર્સથી બચવા માટેના યોગ્ય ઉપાયો કે સાધનો પણ નહોતા તેમ છતાં તમે બોલર્સ પર કેવી રીતે હાવિ થઈ જતા હતા ? ડ્રેસિંગરૂમથી પિચ સુધી પહોંચવામાં તમે શું વિચારતા હતા ?


વિવિયન રિચર્ડ્સ :
મને લાગતું હતું કે હું કરી શકું તેમ છું. આ થોડુંક અભિમાની લાગી શકે છે પરંતુ મને હંમેશાં લાગતું હતું કે હું આ રમતને સારી રીતે જાણું છું. મેં હંમેશાં મારામાં વિશ્વાસ રાખ્યો હતો. રમત દરમિયાન બોલ વાગશે તે માટે હંમેશાં તૈયાર રહેતા હતા. મેં હેલ્મેટ પહેરી હતી પરંતુ આ થોડુંક અસહજ લાગતું હતું તેથી હું હંમેશાં મરુન કેપ પહેરીને જ રમ્યો હતો. તેને પહેરીને મને ઘણો ગર્વ થતો હતો. જો મને બોલ વાગ્યો હોત તો આ ઇશ્વરની મરજી હોત પરંતુ હું બચી જઈશ તેની ખાતરી હતી.