20 August, 2025 06:57 AM IST | London | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા
સોશ્યલ મીડિયા પર હાલમાં ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં બન્ને લંડનના રસ્તાઓ પર કોઈ પણ સુરક્ષાની ચિંતા વગર મુક્તપણે ફરતાં અને સ્થાનિક લોકો સાથે હળવાશથી ગપસપ કરતાં જોવા મળ્યાં હતાં. કેટલાક ક્રિકેટ-ફૅન્સે આ વિડિયો પર કમેન્ટ કરી કે ‘પ્રસિદ્ધિ કરતાં વધુ જરૂરી છે શાંતિ.’ છેલ્લા ઘણા સમયથી આ વિરુષ્કા નામે જાણીતું આ કપલ માત્ર પોતાના પ્રોફશનલ કે પર્સનલ કામ માટે જ ભારત આવે છે. બાકીના સમયમાં તેઓ પોતાનાં બન્ને સંતાન સાથે લંડનમાં રહે છે.