23 May, 2025 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિક્રમ રાઠોડ
ભારતીય ટીમના ભૂતપૂર્વ બૅટિંગ-કોચ વિક્રમ રાઠોડે ભારતીય સિનિયર ટીમની આગામી ઇંગ્લૅન્ડ-ટૂર વિશે ચિંતા વ્યક્ત કરી છે. તે કહે છે, ‘આ (ઇંગ્લૅન્ડ) એક મુશ્કેલ ટૂર બનવાની છે. એ સરળ ટૂર નહીં હોય, કારણ કે ઘણા સિનિયર પ્લેયર્સ નિવૃત્તિ લઈ ચૂક્યા છે. એથી એક યુવા ટીમ રમવા જઈ રહી છે. એક નવો કૅપ્ટન હોઈ શકે છે. એથી આ બધી બાબતો થોડું પ્રેશર વધારશે, પરંતુ એ તમારી પ્રતિભા અને ક્ષમતા દર્શાવવાની તક પણ છે.’
બૉર્ડર-ગાવસકર ટ્રોફીની નિષ્ફળતા બાદ ટેસ્ટ-રિટાયરમેન્ટ લેનાર રવિચન્દ્રન અશ્વિન, રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશે વાત કરતાં વિક્રમ રાઠોડ કહે છે, ‘જેમણે નિવૃત્તિ લીધી તે ત્રણેય શાનદાર ક્રિકેટર હતા. હું ઇચ્છતો હતો કે તેઓ રમવાનું ચાલુ રાખે, પરંતુ એ ખૂબ જ વ્યક્તિગત નિર્ણય છે. હું તે ત્રણેયની ખૂબ નજીક છું.’