08 May, 2025 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍક્ટર વિજય દેવરાકોન્ડા અને ક્રિકેટર તિલક વર્મા
મુંબઈ ઇન્ડિયન્સના કૅમ્પમાં હાલમાં ઍક્ટર વિજય દેવરાકોન્ડા અને ક્રિકેટર તિલક વર્મા વચ્ચે પિકલબૉલ ચૅલેન્જ યોજાઈ હતી. ટીમ દ્વારા શૅર કરવામાં આવેલા વિડિયો અનુસાર વિજયે મૅચ હારી જવા પર મુંબઈ ઇન્ડિયન્સની જર્સી પહેરવાનું વચન આપ્યું હતું, પણ અન્ય સાથી પ્લેયર્સ સાથેની બેસ્ટ ઑફ થ્રી ગેમમાં તિલક વર્મા સામે ઍક્ટર વિજયે ૨-૧થી જીત મેળવીને ચૅલેન્જ જીતી લીધી હતી. આ પહેલાં જાન્યુઆરી ૨૦૨૫માં એક ફ્લાઇટમાં ભેગા થયેલા બન્ને હૈદરાબાદમાં જન્મેલા સ્ટાર્સે સેલ્ફી લીધો અને સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો.