જ્યારે ધોનીએ આર્મી યુનિફોર્મમાં કરી સેલ્યુટ !! વીડિયો થયો વાઈરલ

23 July, 2019 02:02 PM IST  | 

જ્યારે ધોનીએ આર્મી યુનિફોર્મમાં કરી સેલ્યુટ !! વીડિયો થયો વાઈરલ

ધોનીએ આર્મી યુનિફોર્મમાં

વર્લ્ડ કપ 2019માં ન્યૂ ઝીલેન્ડ સામે સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયા હાર પછી મહેન્દ્ર સિંહ ધોનીના રમવા સામે શંકાઓ શરૂ થઈ ગઈ હતી. વર્લ્ડ કપ પહેલા પણ માનવામાં આવી રહ્યું હતું કે, વર્લ્ડ કપ પછી મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટની દુનિયાથી વિદાય લઈ લેશે. જો કે હાલ ધોની રિટયરમેન્ટના મૂડમાં નથી, પરંતુ તે ક્રિકેટની દુનિયાથી 2 મહિના માટે દૂર થઈ ગયો છે. ધોની આવનારા 2 મહિના આર્મી સાથે વીતાવશે. જો કે આ પહેલા સોશિયલ મીડિયા પર ધોનીનો વીડિયો વાયરલ થયો છે જેમાં ધોની આર્મીની ગાડીમાંથી ઉતરીને સિનિયરને સેલ્યૂટ કરતો જોવા મળી રહ્યો છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર વીડિયો શૅર કર્યો હતો અને કેપ્શન આપ્યું હતું કે, ધોનીનો અમેઝીંગ આર્મી લૂકનો વીડિયો મને વોટ્સએપમાં મળ્યો. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો ત્રણ વર્ષ જૂનો છે. ધોની હાલ ભારતીય સેનામાં ઓનરરી લેફ્ટનન્ટ કર્નલ છે અને પેરાશૂટ રેજિમેન્ટની 106મી બટાલિયનમાં તહેનાત છે. ધોનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે ધોનીએ વેસ્ટ ઈન્ડિઝ સિરીઝમાં આરામની માગ કરી હતી અને આવનારા 2 મહિના સેના સાથે પસાર કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો.

આ પણ વાંચો: એક સમયે મેચ રમવા મળતા 200 રૂપિયા હવે રમશે ભારતીય ટીમ માટે

ધોની આવનારા 2 મહિના સેનાના જવાનો સાથે વીતાવશે, તેમની સાથે ટ્રેનિંગ કરશે. આ માટે ભારતીય સેનાની સાથે ટ્રેનિંગ લેવાની તેને મંજૂરી મળી ગઈ છે. આર્મી ચીફ બિપિન રાવતે ધોનીની ટ્રેનિંગને મંજૂરી આપી દીધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ધોનીની ટ્રેનિંગ જમ્મુ-કાશ્મીરમાં થશે. જોકે, આર્મીએ ધોનીને એક્ટિવ ઓપરેશનમાં ભાગ લેવાની મંજૂરી નથી આપી. ધોનીને 2011માં ઈન્ડિયન ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનો રેન્ક આપવામાં આવ્યો હતો

cricket news ms dhoni gujarati mid-day