09 March, 2025 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાંતાક્રુઝ-ઈસ્ટના કાલિનામાં આવેલા ઍર ઇન્ડિયા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત TK RUBY VPL T20 2025 (સીઝન-૩)ના લીગ રાઉન્ડના બારમા દિવસે રમાયેલા રોમાંચક મુકાબલાઓમાં ટૉપ ટેન લાયન્સ અને સ્કૉર્ચર્સે વિજય મેળવીને પ્લેઑફ માટે દાવેદારી મજબૂત કરી લીધી હતી. ટૉપ ટેન લાયન્સે છઠ્ઠી મૅચમાં ચાર જીત અને કુલ ૮ પૉઇન્ટ સાથે પૉઇન્ટ-ટેબલમાં બીજા નંબરે અને સ્કૉર્ચર્સે છઠ્ઠી મૅચમાં ત્રીજી જીત સાથે ચોથા નંબરે પહોંચી ગયું હતું. હાર સાથે અમ્પાયર વૉરિયર્સ પાંચમા નંબરે અને જૉલી જૅગ્વાર્સ છેલ્લા અને આઠમા ક્રમાંકે સ્ટ્રગલ કરી રહ્યાં છે.
મૅચ ૨૩ : એમ્પાયર વૉરિયર્સ (૧૯.૩ ઓવરમાં ૯૮ રનમાં ઑલઆઉટ – હરેશ ગડા ૨૬ બૉલમાં ૨૨, જેનિત છાડવા ૧૪ બૉલમાં ૧૬ અને જૈનમ ગડા ૨૦ બૉલમાં ૧૪ રન. કશ્યપ સાવલા ૧૯ રનમાં ચાર, કુણાલ ગડા ૨૧ રનમાં બે તથા દીપક શાહ ૧૭ રનમાં અને નિશિત ગાલા ૧૯ રનમાં એક-એક વિકેટ) સામે ટૉપ ટેન લાયન્સ (૧૩.૩ ઓવરમાં બે વિકેટે ૯૯ રન – પ્રતીક ગડા ૫૦ બૉલમાં ૪૨, દીપક શાહ ૨૧ બૉલમાં ૩૮ અને ભાવિક ગિંદરા ૭ બૉલમાં ૧૨ રન. શ્રેય કારિયા પાંચ રનમાં અને ધૈર્ય છેડા ૨૧ રનમાં એક-એક વિકેટ)નો ૮ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ : ટૉપ ટેન લાયન્સનો કશ્યપ સાવલા (હૅટ-ટ્રિક સાથે ૧૯ રનમાં ચાર વિકેટ).
મૅચ ૨૪ : જૉલી જૅગ્વાર્સ (૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૧૯ રન – હિમાંશુ શાહ ૧૬ બૉલમાં ૩૦, અભિક ગડા ૨૯ બૉલમાં ૨૧, કુશ શાહ ૧૫ બૉલમાં ૧૯ અને કપિલ ખિરાણી ૧૫ બૉલમાં ૧૭ રન. મેહુલ ગડા ૧૬ રનમાં, સંજય ચરલા ૨૩ રનમાં અને તીર્થ શાહ ૨૪ રનમાં બે-બે વિકેટ) સામે સ્કૉર્ચર્સ (૧૬.૧ ઓવરમાં ૩ વિકેટે ૧૨૩ રન – હર્શિલ મોતા ૪૨ બૉલમાં ૫૮ અને રિશી ફરિયા ૨૮ બૉલમાં ૨૫ રન. ક્રમશ નંદુ ૨૬ રનમાં બે અને હેમાંશુ ગડા ૨૭ રનમાં એક વિકેટ)નો ૭ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ : સ્કૉર્ચર્સનો હર્શિલ મોતા (૪૨ બૉલમાં ૫૮ રન)
હવે મંગળવારે સવારે સ્કૉર્ચર્સ v/s વિમલ વિક્ટર્સ તથા બપોરે કલ્પલબ્ધિ બુલ્સ v/s એમ્પાયર વૉરિયર્સ વચ્ચે ટક્કર જામશે.