એક સમય હતો જ્યારે એવું લાગતું કે આ વર્ષે એક પણ મૅચ નહીં રમાય : પોપ

07 July, 2020 02:00 PM IST  |  London | Agencies

એક સમય હતો જ્યારે એવું લાગતું કે આ વર્ષે એક પણ મૅચ નહીં રમાય : પોપ

ઓલી પોપ

ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન ઓલી પોપનું કહેવું છે કે એક સમય એવો હતો જ્યારે મને લાગતું હતું કે આ વર્ષે એક પણ મૅચ નહીં રમાય. કોરોના વાઇરસને કારણે માર્ચથી તમામ સ્પોર્ટ્સ ઇવેન્ટ પર રોક લાગી ગઈ હતી. જોકે ધીમે-ધીમે એ રમવાનું શરૂ થઈ રહ્યું છે. લૉકડાઉન બાદ આઠમી જુલાઈએ પહેલી ઇન્ટરનૅશનલ ક્રિકેટ મૅચ રમાવાની છે. આ વિશે ઓલી પોપે કહ્યું હતું કે ‘એક સમય હતો જ્યારે મને લાગતું હતું કે આ વર્ષે એક પણ મૅચ રમાશે નહીં. મને લાગે છે કે દરેકના મગજમાં આ વિચાર આવ્યો જ હશે.

આ પણ વાંચો: WI સામેની ટેસ્ટમાં રમવાનું ઍન્ડરસન અને બ્રૉડ બન્ને ડિઝર્વ કરે છે: નાસીર હુસેન

અમે ઇંગ્લૅન્ડની ટીમ સાથે ઝૂમ કૉલ કરી રહ્યા હતા ત્યારે ભવિષ્યના પ્લાન વિશે વાત કરવામાં આવી હતી, પરંતુ કેટલાક પ્લેયર સાથે અમે અંગત વાત કરી ત્યારે અમને એ શક્ય નહોતું લાગ્યું. અમને નહોતી ખબર કે એ ખોટી આશા આપવામાં આવી રહી છે કે પછી અમને એવો ડાઉટ છે. અહીં આવીને રમવા માટે વેસ્ટ ઇન્ડીઝ તૈયાર થયું એ માટે અમે બધા તેમના આભારી છીએ. તેઓ ક્રિકેટ રમવા માગતા હતા, પરંતુ તેઓ એવી જગ્યાએ આવી રહ્યા છે જ્યાં તેમના ઘર કરતાં કોરોનાની સ્થિતિ વધુ ખરાબ છે.’

england cricket news sports news