વામિકાની પહેલી તસવીર: આટલી ક્યૂટ દેખાય છે વિરાટ-અનુષ્કાની પરી

23 January, 2022 09:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેની પુત્રી વામિકા સાથે સ્ટેન્ડમાં ઊભી હતી ત્યારે કેમેરા તેની તરફ વળ્યો હતો.

ફાઇલ તસવીર

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી વનડે મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરી રહી છે, દક્ષિણ આફ્રિકાની ટીમની ઈનિંગ દરમિયાન ટીવી સ્ક્રીન પર કંઈક એવું જોવા મળ્યું જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મેચ દરમિયાન વિરાટ કોહલીની પુત્રી વામિકાની પ્રથમ ઝલક દરેકને જોવા મળી છે.

વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેની પુત્રી વામિકા સાથે સ્ટેન્ડમાં ઊભી હતી ત્યારે કેમેરા તેની તરફ વળ્યો હતો. વામિકા ગુલાબી ડ્રેસ પહેરીને તેની માતા અનુષ્કાના ખોળામાં હતી. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્યારે વિરાટ કોહલીની દીકરી વામિકાની ઝલક જોવા મળી છે.

શરૂઆતથી જ, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તરફથી અપીલ કરવામાં આવી હતી કે તેઓ તેમની પુત્રીને સોશિયલ મીડિયાની દુનિયાથી દૂર રાખવા માગે છે, જ્યાં સુધી તે આ બાબતોને સમજવાનું શરૂ ન કરે.

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી-અનુષ્કા શર્માની દીકરી વામિકા કોહલી જાન્યુઆરીમાં જ 1 વર્ષની થઈ ગઈ હતી. જ્યારે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચ રમી રહી હતી ત્યારે વામિકાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

આ સિવાય વિરાટ કોહલી જ્યારે કેપટાઉનમાં પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યો હતો, તે સમયે પણ તે પોતાની પુત્રી વામિકાને મેદાન પરથી વેવ કરતો જોવા મળ્યો હતો, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.

sports news cricket news virat kohli anushka sharma virat anushka